ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 માર્ચ 2021
કોરોના વાયરસની ભારતમાં ફરીથી દહેશત વધી ગઈ છે. ભારતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હવે કોરોનાના કેસોની દૃષ્ટિએ ભારત ફરી દુનિયામાં બીજા નંબરે પહોંચી ગયું છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 53,476 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 251 દર્દીઓના મોત નીપજ્યા છે
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,17,87,534 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 26,490 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર ઘટીને 95.28% થયો છે.
હાલ દેશમાં 3,95,192 એક્ટિવ કેસ છે..
અત્યાર સુધીમાં કુલ 5,31,45,709 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે