ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર, 2021
બુધવાર
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે એક વાર ફરી પાકિસ્તાનને ફટકાર લગાવી છે.
સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની સુરક્ષા પરિષદની બેઠક પૂર્વે કશ્મીર મુદ્દે ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી છે
સાથે જ કહ્યું છે કે જમ્મુ-કશ્મીરમાં ગેરકાયદેસર રીતે કબજે કરેલા તમામ વિસ્તારોમાંથી એ તત્કાળ હટી જાય.
UNમાં ભારતના સ્થાયી મિશનમાં પરામર્શદાતા ડો. કાજલ ભટ્ટે કહ્યુ કે સંપૂર્ણ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતા. જેમાં એ વિસ્તારો પણ સામેલ છે જે પાકિસ્તાનના ગેર કાયદેસરના કબ્જામાં છે.
અમે પાકિસ્તાનથી પોતાનો ગેર કાયદે કબ્જે કરેલો વિસ્તાર તાત્કાલીક ખાલી કરવા માટે આહ્લાન કરીએ છીએ.