ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
27 જુન 2020
દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. શુક્રવારે દેશભરમાં નવા નોંધાયેલા કેસ બાદ કુલ સંક્રમિતોનો આંકડો પાંચ લાખને પાર પહોંચી ગયો છે. જ્યારે એક અનુમાન મુજબ 10 દિવસમાં સાત લાખને પાર જઈ શકે છે આ આંકડો..દેશમાં છેલ્લા 24 કલાકમાં 18256 દર્દીઓમાં વધારો થયો છે જ્યારે અત્યાર સુધીમાં જૂનમાં, લોકો ચેપગ્રસ્ત કરતા સારવાર લઈને સ્વસ્થ બન્યાની સંખ્યા વધુ છે જે રાહતની વાત છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 384 લોકોનાં મોત થયાંનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જણાવ્યું છે.
મુંબઈમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા જે રીતે વધી રહી છે તેજ રીતે કોરોનાથી મોતની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. હવે આરોગ્ય સેતુ એપના ઉપયોગ હેતુ ગુગલ ફોર્મ પણ ભરવાનું રહેશે. હોસ્પિટલોએ 48 કલાકમાં કોરોનાથી થયેલા મોતની માહિતી BMC ને આપવાની રહેશે, આ માટે હોસ્પિટલના નોડલ ઓફિસરને સુચના આપવામાં આવી છે કે 1 જુલાઇ 2020 થી 48 કલાકની અંદર તેની હોસ્પિટલમાંથી મૃત્યુની જાણ કરવામાં આવે તે સુનિશ્ચિત કરે.
બીજી બાજુ આજથી દિલ્હીમાં સેરોલોજિકલ સર્વે શરૂ થશે, જેમાં એક દિવસમાં 20 હજાર નમૂનાઓની તપાસ કરવામાં આવશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના જણાવ્યા મુજબ ગઈકાલે દિલ્હીએ એક જ દિવસમાં સૌથી વધુ પરીક્ષણો 21,144 કર્યા છે . આમ અમે પરીક્ષણમાં 4 ઘણોવધારો કર્યો છે. દિલ્હી હવે ખૂબ જ આક્રમક રીતે પરીક્ષણની રણનીતિને અનુસરે છે સરશે"….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com