Site icon News Continuous Bureau | Mumbai

દેશની પ્રથમ મહિલા CJI બનવાનો માર્ગ થયો મોકળો, ગુજરાતના બે જજ સહિતના નવ નામોને કેન્દ્ર સરકારે આપી મંજૂરી ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા તમામ નવ જજોની નિમણૂકને મંજૂરી આપી છે. 

આ નવ જજોમાં ત્રણ મહિલાઓ જજનો પણ સમાવેશ થાય છે. આ ત્રણમાંથી એક નામ ગુજરાત હાઈકોર્ટના મહિલા જજનું પણ છે. 

આ ત્રણમાંથી કોઈ એક આગામી સમયમાં ભારતની પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ પણ બની શકે છે. 

કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા નામોમાં જે ત્રણ મહિલા જજના નામ છે તેમાં કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ બી.વી. નાગરથના, તેલંગાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હિમા કોહલી, ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીનો સમાવેશ થાય છે. 

બાકીના નામોમાં જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા (કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ), વિક્રમ નાથ (ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ), જીતેન્દ્ર કુમાર મહેશ્વરી (સિક્કિમ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ), સીટી રવિકુમાર (કેરળ હાઇકોર્ટના જજ) અને એમએમ સુંદરેશ (કેરળ હાઇકોર્ટમાં જજ)નો સમાવેશ થાય છે.

હાલમાં સુપ્રીમ કોર્ટમાં 24 જજ છે. સર્વોચ્ચ અદાલતમાં નવ જજોની નિમણુંક બાદ પણ એક પદ ખાલી રહેશે.

કાબુલ એરપોર્ટ બન્યુ ખતરનાક, અમેરિકા એ જાહેર કર્યું એલર્ટ ; અમેરિકી નાગરિકોને આપી આ સલાહ 

India Deep Ocean Mining Mission ભારતે સમુદ્રના પેટાળમાં મોટા પાયે ખોદકામની તૈયારી આદરી ₹૧૫,૦૦૦ કરોડનો જંગી ખર્ચ, પણ આખરે કેમ?
Indian Navy Pakistan Warship ‘સમુદ્રમાં બિનવ્યાવસાયિક વર્તણૂક’ ભારતીય યુદ્ધજહાજ સાથે ટક્કર મામલે ભારતે પાકિસ્તાનને પરખાવ્યા આકરા વેણ
Indian Navy Simulator Video પાકિસ્તાની યુદ્ધજહાજે ભારતીય વોરશિપને કેવી રીતે મારી ટક્કર? નેવી સિમ્યુલેટર ટ્રેનિંગનો વીડિયો વાયરલ
Mamata Banerjee New Names And Symbols TMC વિવાદમાં ECનો મોટો નિર્ણય મમતા દીદી ને મળ્યું ‘ફૂટબોલ પ્લેયર’ નિશાન, ઋતબ્રત બેનરજી જૂથને શું મળ્યું?
Exit mobile version