News Continuous Bureau | Mumbai
Supreme Court Airfare Hike દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારો ટાણે એરલાઇન્સ કંપનીઓ દ્વારા વિમાન ભાડામાં કરવામાં આવતા તોતિંગ વધારા સામે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court of India) તાકીદની સુનાવણી માટે કરાયેલી રજૂઆતને સર્વોચ્ચ અદાલતે સપાટો બોલાવીને ફગાવી દીધી છે. એર ટિકિટોના ભાવોમાં ૭૦૦ ટકા જેટલો અધધ ઉછાળો આવ્યો હોવાની દલીલ સાથે વકીલે તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી. જોકે જસ્ટિસ વિક્રમ નાથની (Justice Vikram Nath) અધ્યક્ષતાવાળી ખંડપીઠે અરજદારને માત્ર ચાર જ શબ્દોમાં દોઢ ટૂંક જવાબ આપતાં કહ્યું હતું કે, “હવાઈ મુસાફરી ના કરો, નેક્સ્ટ કેસ” (“Don’t travel by air. Next case”). આ કડક ટિપ્પણી સાથે કોર્ટે તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કરી આગામી કેસની સુનાવણી હાથ ધરી હતી.
Supreme Court Airfare Hike – ૭૦૦ ટકા સુધી ભાડું વધ્યું અને બંધારણના અનુચ્છેદ ૧૪નું ઉલ્લંઘન હોવાની દલીલ
સુપ્રીમ કોર્ટ સમક્ષ મામલાનો ઉલ્લેખ કરતાં અરજદારના વકીલે ભારપૂર્વક રજૂઆત કરી હતી કે તહેવારોના દિવસોમાં એરલાઇન્સ કંપનીઓ મનસ્વી રીતે ટિકિટોના દર વધારી રહી છે. કેટલાક વ્યસ્ત રૂટ્સ પર હવાઈ ભાડું ૭૦૦ ટકા સુધી વધારી દેવામાં આવ્યું છે. તેમણે દલીલ કરી હતી કે આજના યુગમાં હવાઈ સેવા એ માત્ર લક્ઝરી નહીં પરંતુ એક આવશ્યક સેવા (Essential Service) બની ચૂકી છે, જેથી તહેવારોમાં મુસાફરો પાસેથી આ પ્રકારે અતિશય ઊંચા દરો વસૂલવા એ ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૪ (Article 14 – સમાનતાનો અધિકાર) નું સીધું ઉલ્લંઘન છે. આથી અદાલતે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને એર ટિકિટોની ઉપલી મર્યાદા (Price Cap) નક્કી કરવા નિર્દેશ આપવો જોઈએ.
Supreme Court Airfare Hike – દિલ્હી-મુંબઈ સહિતના રૂટ્સ પર ટિકિટોના ભાવ આસમાને
દિવાળી વેકેશન દરમિયાન વતન જવા ઇચ્છતા લાખો મુસાફરો હાલ હવાઈ ભાડાના તોતિંગ વધારાથી પરેશાન છે. દિલ્હીથી મુંબઈ, અમદાવાદ, પટના, લખનૌ, ચેન્નઈ અને બેંગલુરુ જેવા મુખ્ય એરપોર્ટ્સ પર સામાન્ય દિવસોમાં ₹૫,૦૦૦ આસપાસ મળતી વન-વે ટિકિટોના ભાવ હાલ ₹૨૫,૦૦૦ થી ₹૨૮,૦૦૦ સુધી પહોંચી ગયા છે. વિમાન ઇંધણ એટલે કે એટીએફના (Aviation Turbine Fuel – ATF) ભાવમાં થયેલા સતત વધારા અને મુસાફરોની ભારે માંગ વચ્ચે એરલાઇન્સ કંપનીઓ ડાયનેમિક પ્રાઈસિંગ સિસ્ટમનો (Dynamic Pricing) મહત્તમ લાભ લઈ રહી છે. અગાઉ દાખલ કરાયેલી જાહેર હિતની અરજીમાં પણ માગણી કરાઈ હતી કે તહેવારો કે કટોકટી વખતે સરચાર્જ પર નિયંત્રણ મૂકવા માટે સ્પષ્ટ સરકારી માર્ગદર્શિકા હોવી જોઈએ.
Supreme Court Airfare Hike – સરકારી નીતિ અને કોર્ટના હસ્તક્ષેપની મર્યાદા
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે આ બાબતે તાત્કાલિક કોઈ આદેશ જારી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરતાં દર્શાવ્યું હતું કે એરલાઇન્સના ભાડા માળખામાં ન્યાયતંત્ર સીધો હસ્તક્ષેપ કરવા ઇચ્છતું નથી. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે ડિરેગ્યુલેટેડ માર્કેટ નીતિ (Deregulated Aviation Market) હેઠળ વિમાન ભાડા નક્કી કરવાની સ્વાયત્તતા મોટાભાગે કંપનીઓ પર છોડી છે. જોકે સામાન્ય મધ્યમવર્ગીય નાગરિકો માટે તહેવારોના સમયે આવા બેફામ વધારા સામે કોઈ નિયામક અંકુશ ન હોવાથી અસંતોષ ફેલાયો છે. અદાલતના આ તાજા વલણ બાદ હવે હવાઈ મુસાફરોને મોંઘી ટિકિટો ચૂકવીને અથવા ટ્રેન-રોડ જેવા વૈકલ્પિક માર્ગો પસંદ કરીને મુસાફરી કરવા સિવાય કોઈ તાત્કાલિક રાહત દેખાતી નથી.
👉 આ સમાચાર વાચો:
Xi Jinping Middle East Warning હોર્મુઝની સામુદ્રધુની અને તેલ સંકટ પર ચિંતા પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવા ચીન મેદાને ; વિશેષ દૂતને આ ત્રણ દેશમાં મોકલશે
