અમેરિકાના આ અહેવાલે દેશને આપ્યો ઝટકો, કહ્યું- ભારત વેપાર કરવા માટે એક પડકારજનક સ્થળ ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ભારતે ભલે વર્લ્ડ બેંકની ‘ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રેન્કિંગ’માં વધુ સારું સ્થાન મેળવવામાં સફળ રહ્યું હોય, પરંતુ અમેરિકન વિદેશ વિભાગ દ્વારા જારી ‘2021 ઈન્વેસ્ટમેન્ટ ક્લાઈમેટ સ્ટેટમેન્ટ્સ ઈન્ડિયા’ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન ઉદ્યોગપતિઓ વ્યવસાય કરવા વધુ યોગ્ય સ્થળ માનતા નથી. 

સાથે જ અમેરિકાએ રોકાણ માટેના અવરોધો દૂર કરવા અને અમલદારોની લાલફીતાશાહીના નિયંત્રણો હટાવી આકર્ષક અને વિશ્વસનીય રોકાણ વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે ભારતને આગ્રહ કર્યો છે. 

આ રિપોર્ટમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યની વિશેષ બંધારણીય સ્થિતિને હટાવવા અને નાગરિક્તા સુધારા કાયદા (સીએએ)નો પણ ઉલ્લેખ કરાયો છે.

જોકે ભારતે આંતરરાષ્ટ્રીય સમાજને સ્પષ્ટપણે કહી દીધું છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને રદ કરવાનો મુદ્દો સંપૂર્ણપણે દેશની આંતરિક બાબત છે.  

અમેરિકાએ તાલિબાન પર હવાઈ હુમલો કર્યો, જતા જતા ખુન્નસ ઉતાર્યું. જાણો વિગત.
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment