ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો.
મુંબઈ
20 જુન 2020
"ભારત મજબૂર નથી પરંતુ મજબૂત દેશ છે, દુશ્મનોની આંખો કાઢીને હાથમાં આપી દેશું" એવા શબ્દો છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના. ગઈકાલે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આક્રમક રહ્યાં હતા.
નોંધનીય છે કે સરકાર બનાવવા માટે શિવસેનાને, કોંગ્રેસ-એનસીપીનો સાથ લીધો હોય પરંતુ ભાજપની જેમ જ શિવસેનાએ પોતાના હિંદુત્વના મુદ્દાથી ક્યારેય ઇનકાર કર્યો નથી.
રાષ્ટ્રવાદને લઇ શિવસેનાની સ્થિતિ હમેશા આક્રમક રહી છે. પરંતુ હાલના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ગણના એક શાંત અને સૌમ્ય નેતા તરીકેની છે એવા સમયે ઉદ્ધવ ઠાકરેના આ શબ્દો ઘણું બધું કહી જાય છે.
ગઈકાલે મોદી સમક્ષ લદ્દાખ સીમા ને લઈને માત્ર કોંગ્રેસે કાઉન્ટર પ્રશ્નો કર્યા હતા પણ ઉદ્ધવ ઠાકરેએ ચીન સામે ભારત સરકાર દ્વારા થઈ રહેલી કાર્યવાહી નો સંતોષ જણાવી પૂરું સમર્થન આપ્યું હતું.
નોંધનીય છે કે આ બેઠકમાં શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સહિત દેશની પ્રમુખ 20 રાજકીય પાર્ટીઓએ ભાગ લીધો હતો. અંતમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે "ચીનનો મૂળ સ્વભાવ જ દગાખોરી અને વિસ્તારવાદી નીતિ છે".
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com