Site icon News Continuous Bureau | Mumbai

દુશ્મનોની આંખ કાઢીને હાથમાં આપી દેશું, ભારત મજબૂર નહિ મજબૂત દેશ : ઉદ્ધવ ઠાકરે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો.
મુંબઈ
20 જુન 2020
"ભારત મજબૂર નથી પરંતુ મજબૂત દેશ છે, દુશ્મનોની આંખો કાઢીને હાથમાં આપી દેશું" એવા શબ્દો છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના. ગઈકાલે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આક્રમક રહ્યાં હતા. 
નોંધનીય છે કે સરકાર બનાવવા માટે શિવસેનાને, કોંગ્રેસ-એનસીપીનો સાથ લીધો હોય પરંતુ ભાજપની જેમ જ શિવસેનાએ પોતાના હિંદુત્વના મુદ્દાથી ક્યારેય ઇનકાર કર્યો નથી.
રાષ્ટ્રવાદને લઇ શિવસેનાની સ્થિતિ હમેશા આક્રમક રહી છે. પરંતુ હાલના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ગણના એક શાંત અને સૌમ્ય નેતા તરીકેની છે એવા સમયે ઉદ્ધવ ઠાકરેના આ શબ્દો ઘણું બધું કહી જાય છે.
 ગઈકાલે મોદી સમક્ષ લદ્દાખ સીમા ને લઈને માત્ર કોંગ્રેસે કાઉન્ટર પ્રશ્નો કર્યા હતા પણ ઉદ્ધવ ઠાકરેએ ચીન સામે  ભારત સરકાર દ્વારા થઈ રહેલી કાર્યવાહી નો સંતોષ જણાવી પૂરું સમર્થન આપ્યું હતું.
 નોંધનીય છે કે આ બેઠકમાં શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સહિત દેશની પ્રમુખ 20 રાજકીય પાર્ટીઓએ ભાગ લીધો હતો. અંતમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે "ચીનનો મૂળ સ્વભાવ જ દગાખોરી અને વિસ્તારવાદી નીતિ છે".

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

Join Our WhatsApp Channel

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

 

India Defence Sector Self Reliance લેબથી બેટલફીલ્ડ સુધી… કેવી રીતે આત્મનિર્ભર બની રહ્યું છે ભારતનું ડિફેન્સ સેક્ટર? દેશી હથિયારોનો વાગ્યો ડંકો
Acharya Balkrishna CBI Court Relief વર્ષો જૂના વિવાદનો અંત પતંજલિના આચાર્ય બાલકૃષ્ણ પાસપોર્ટ કેસમાં દોષમુક્ત, વિશેષ સીબીઆઈ અદાલતનો મોટો ફેંસલો
Supreme Court On Doctor Assault નેતાઓની ગુંડાગીરી સહન નહીં થાય! મહારાષ્ટ્રની ઘટના પર સુપ્રીમ કોર્ટની પોલીસને કડક સૂચના—તત્કાળ જેલમાં પૂરો
Sonam Wangchuk Ladakh Ultimatum સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને આપ્યું એક વર્ષનું અલ્ટીમેટમ ‘જો માંગણીઓ નહીં સંતોષાય તો…’ લદ્દાખમાં ઉગ્ર આંદોલનની આપી ચેતવણી
Exit mobile version