ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો.
મુંબઈ
07 ઓગસ્ટ 2020
અગરબત્તી બનાવવા માટે વપરાતી લાકડીઓના ઉત્પાદનમાં દેશને સ્વનિર્ભર બનાવવા માટે ખાદી અને ગ્રામ ઉદ્યોગ પંચ દ્વારા સૂચિત રોજગાર નિર્માણ કાર્યક્રમને એમ.એસ.એમ.ઇ પ્રધાન નીતિન ગડકરીએ મંજૂરી આપી છે. એમએમએમઇ મંત્રાલયે જણાવ્યું છે કે 'ખાદી અગરબત્તી આત્મનિર્ભર મિશન' નું ધ્યેય દેશની અગરબત્તી ની લાકડીઓના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારાની સાથે ભારતના જુદા જુદા ભાગોમાં બેરોજગાર અને પરપ્રાંતિય મજૂરોને રોજગાર આપવાનું છે. આ અંગેની એક દરખાસ્ત MSME મંત્રાલયને ભલામણ માટે મોકલી હતી. પાયલોટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થશે અને જ્યારે કાર્યક્રમનો સંપૂર્ણ અમલ થશે ત્યારે અગરબત્તી ઉદ્યોગમાં હજારો નવી નોકરીઓનું નિર્માણ થશે.
આ કાર્યક્રમનો હેતુ કારીગરો અને સ્થાનિક અગરબત્તી ઉદ્યોગને સહાય પૂરી પાડવાનો છે. દેશમાં દૈનિક ધોરણે અગરબત્તી બનાવવામાં વપરાતી લાકડીઓનો વપરાશ આશરે 1,490 ટન છે પરંતુ સ્થાનિક રીતે માત્ર 760 ટન લાકડીઓનું ઉત્પાદન થાય છે..
જે માટે મોટા પાયે વાંસ નો ઉપયોગ થાય છે. આથી વાંસને પણ આવશ્યક ઉત્પાદનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી ગરીબ ખેડૂતો પણ પોતાના ખેતરની કિનારે કિનારે વાંસ રોપીને તેમાંથી રોજગારી અને આવક મેળવી શકે એવો હેતુ સરકારનો રહ્યો છે.