Site icon

Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?

ભારતીય વાયુસેનાએ ઘટી રહેલા સ્ક્વાડ્રનને ધ્યાનમાં રાખીને 114 રાફેલ ફાઇટર જેટ દેશમાં જ બનાવવાનો પ્રસ્તાવ રક્ષા મંત્રાલયને મોકલ્યો છે. ₹2 લાખ કરોડનો આ પ્રોજેક્ટ અત્યાર સુધીનો સૌથી મોટો ‘મેક ઇન ઇન્ડિયા’ (Make in India) સંરક્ષણ સોદો બની શકે છે.

Rafale Fighter Jet ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ

Rafale Fighter Jet ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ

News Continuous Bureau | Mumbai

Rafale Fighter Jet ભારતીય વાયુસેનાએ ઘટી રહેલા સ્ક્વાડ્રનને ધ્યાનમાં રાખીને 114 રાફેલ ફાઇટર જેટ દેશમાં જ બનાવવાનો પ્રસ્તાવ રક્ષા મંત્રાલયને સોંપ્યો છે. જો આશરે ₹2 લાખ કરોડના આ પ્રોજેક્ટને સરકાર તરફથી મંજૂરી મળી જાય તો આ દેશના ઇતિહાસનો સૌથી મોટો સંરક્ષણ સોદો બની જશે. આ ડીલ હેઠળ ફ્રાન્સની કંપની દસો (Dassault), જે રાફેલનું ઉત્પાદન કરે છે, તે ભારતમાં કોઈ સ્વદેશી કંપની સાથે મળીને ભારતમાં જ એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ (manufacturing plant) સ્થાપશે. આ ભારતમાં બનનારા સ્વદેશી રાફેલ ફાઇટર જેટમાં લગભગ 60 ટકા સ્વદેશી હથિયારો અને સાધનોનો ઉપયોગ થશે.

Join Our WhatsApp Community

પાકિસ્તાન સામેની કાર્યવાહીમાં રાફેલની ક્ષમતા

હાલમાં જ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાન સામે ભારતીય વાયુસેનાના હાલના રાફેલ ફાઇટર જેટની ઓપરેશનલ ક્ષમતાઓને જોતા, ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ આ ફ્રેન્ચ લડાકુ વિમાન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનથી કાર્યરત આતંકી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટરને નષ્ટ કરવા માટે ભારતીય વાયુસેનાએ રાફેલ ફાઇટર જેટનો ઉપયોગ કર્યો હતો. અત્યારે ભારતીય વાયુસેના પાસે જે 36 રાફેલ ફાઇટર જેટ છે, તેને ‘મિટિયોર’, ‘મીકા’ અને ‘સ્કેલ્પ’ જેવી ફ્રેન્ચ મિસાઇલોથી સજ્જ કરવામાં આવ્યા છે. જોકે, ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ બનનારા રાફેલ ફાઇટર જેટમાં ભારતની મિસાઇલો પણ લગાવી શકાશે.

લાંબી પ્રક્રિયા અને ડીલમાં બદલાવ

‘મેક ઇન ઇન્ડિયા’ રાફેલ ફાઇટર જેટ પ્રોજેક્ટને ઘણી લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. જેમાં નાણા મંત્રાલય, કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) અને રક્ષા મંત્રાલયની એપેક્સ કમિટી, રક્ષા ખરીદ પરિષદની મંજૂરી સામેલ છે. શક્ય છે કે આ 114 રાફેલ ફાઇટર જેટમાંથી કેટલાકને સીધા ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવે. આ 114 રાફેલથી વાયુસેનામાં 5-6 નવા સ્ક્વાડ્રન ઊભા કરી શકાશે (એક સ્ક્વાડ્રનમાં 18-20 લડાકુ વિમાનો હોય છે).

આ સમાચાર પણ વાંચો : SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે

ભારત અને ફ્રાન્સ વચ્ચે સીધો કરાર

જો સરકાર તરફથી આ પ્રોજેક્ટને મંજૂરી મળે છે, તો વાયુસેનાનો જૂનો ‘MRFA’ એટલે કે મિડિયમ વેઇટ ફાઇટર જેટ પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવશે. તે પ્રોજેક્ટમાં પણ 114 ફાઇટર જેટ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ બનાવવાના હતા, પરંતુ તેમાં વિદેશની જુદી જુદી કંપનીઓ ભાગ લઈ શકતી હતી. પરંતુ હાલની ડીલ ભારત અને ફ્રાન્સની સરકારો વચ્ચે સીધી થશે. નોંધનીય છે કે, આ વર્ષે એપ્રિલમાં જ ભારતે નૌસેના માટે પણ ફ્રાન્સ સાથે રાફેલના 26 મરીન વર્ઝન માટે કરાર કર્યા હતા. આ રાફેલ (M) લડાકુ વિમાનોને સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે.

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
India-Nepal Border: નેપાળની જેલમાંથી ભાગેલા કેદીઓનો ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ સીમા દળે બનાવ્યો નિષ્ફળ, કરી આટલા ની ધરપકડ
Exit mobile version