ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 ઓગસ્ટ 2020
ડેમોક્રેટિક પાર્ટીના નામાંકિત જો બિડેને ભારતીય મૂળની સેનેટર કમલા હેરિસનનું નામ તેમના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આગળ કર્યું છે. આજ સાથે રાષ્ટ્રપતિની ટિકિટ પર પ્રથમ ઉભાં રહેનારી પ્રથમ બ્રાઉન મહિલાની પસંદગી દ્વારા અમેરિકામાં ઇતિહાસ રચાયો છે.
પેપ્સિકોના ભૂતપૂર્વ વડા ઈંદિરા નૂયી સહિત અગ્રણી ભારતીય-અમેરિકન જૂથો અને વ્યક્તિઓએ, ભારતીય મૂળના સેનેટરને કમલા હેરિસને અભિનંદન આપ્યા છે. અમેરિકન લોકશાહીમા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નિયુક્તિની તમામ લોકો એક "શ્રેષ્ઠ પસંદગી" કહી રહ્યા છે. જો કે યુ.એસ.માં કેટલાક સમુદાયના સભ્યો એવા પણ હતા, જેમણે ભારત-યુએસ સંબંધો માટે હેરિસના યોગદાન પર સવાલ ઉઠાવ્યા હતા.
કોરોના વાયરસ રોગચાળાએ યુ.એસ.માં 1,50,000 થી વધુ લોકોના જીવ લીધા છે, જે આંક અન્ય દેશોની તુલનામાં ઘણો વધારે છે. હાલ અમેરિકામાં લોકડાઉન અને રોગચાળાના પરિણામે આર્થિક મંદી છે. સાથે જ અમેરિકામાં નસ્લભેદ અને પોલીસની બર્બરતાનો વિરોધ ને કારણે સમગ્ર દેશમાં અશાંતિ ફેલાઇ છે.
આવી કટોકટી ને કારણે ટ્રમ્પના વિરૂદ્ધ બિડેનને સારો આવકાર મળ્યો છે. અને તેઓ આગામી રાષ્ટ્રપતિ તરીકે વધુ પસંદ પા.ઇ રહયાં છે. તેમાં કમલા હેરિસનય ઉપરાષ્ટ્રપતિ ના નામ માટે આગળ કરી મજબૂત દાવેદારી નોંધાવી દીધી છે. આમ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને 55 વર્ષીય હેરિસને તેમના ઉપરાષ્ટ્રપતિ પદના સાથી તરીકે નામ આપ્યું છે. હેરિસ, જેના પિતા જમૈકાના આફ્રિકન છે અને માતા ભારતીય છે. કમલા હાલમાં કેલિફોર્નિયાના યુએસ સેનેટર છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com