Site icon News Continuous Bureau | Mumbai

ચીન-પાક.ની સરહદ પર રખાશે ચાંપતી નજર.. સર્વેલન્સ સેટેલાઇટ માટે સંરક્ષણ મંત્રાલયે આપી આટલા  હજાર કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાન અને ચીન સરહદ પર નજર રાખવા માટે સર્વેલન્સ સેટેલાઇટ માટે 4000 કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ સેટેલાઇટથી ભારતીય સેના સરહદ પર નજર રાખી શકશે.  સેટેલાઇટ GSAT 7B માટેનો પ્રોજેક્ટ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ઈસરો) સાથે ભાગીદારીમાં હાથ ધરવામાં આવશે અને ભારતીય સેનાને મદદ કરશે.સેનાએ સરહદી વિસ્તારોમાં પોતાની દેખરેખ વધારી દીધી છે. 

Join Our WhatsApp Channel

ભારતીય નૌકાદળ અને વાયુસેના પાસે પહેલેથી જ પોતાના સમર્પિત ઉપગ્રહો છે જે ભારતીય સેનાને ક્ષમતા હાંસલ કરવામાં મદદ કરશે. એપ્રિલ-મે ૨૦૨૦ થી ચીન સાથેના સૈન્ય અવરોધ પછી, ભારતીય સેના ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર ડ્રોન સહિતની તેની સર્વેલન્સ સંપત્તિઓને મજબૂત કરવા સાથે ક્ષમતાઓને અપગ્રેડ કરવાની દિશામાં કામ કરી રહી છે. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈસરો દ્વારા નિર્મિત ઉપગ્રહ દેશમાં સ્વદેશી ઉદ્યોગોના વિકાસ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમમાં પણ મદદ કરશે.

 આ સમાચાર પણ વાંચો : ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ. જુઓ ફોટાઓ.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ અધિગ્રહણ પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશના સશસ્ત્ર દળોને પ્રોત્સાહન આપવા માટે ૮,૩૫૭ કરોડના મૂડી સંપાદનની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. એક નિવેદનમાં જણાવાયું છે કે ‘બાય ઈન્ડિયા’ શ્રેણી હેઠળના તમામ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે આજે ઈનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ સ્ટાર્ટઅપ્સ/MSMEs પાસેથી ૩૮૦.૪૩ કરોડની ૧૪ વસ્તુઓની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ વસ્તુઓ આર્મી, નેવી, એરફોર્સ દ્વારા ખરીદવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે એક્વિઝિશન કાઉન્સિલે ડિફેન્સ એક્સેલન્સ સ્ટાર્ટઅપ્સ/MSMEs માટે નવી સરળ પ્રક્રિયાને પણ મંજૂરી આપી છે.

New TRAI Spam Call Rules 2026 સ્પામ કોલ કરનારાઓ સામે TRAI ની લાલ આંખ પ્રથમ ભૂલ પર જ આઉટગોઇંગ સેવા ૧૫ દિવસ માટે બંધ થશે, કડક નિયમો લાગુ!
Assam Indo Myanmar Border અરુણાચલ પ્રદેશમાં ભારતમ્યાનમાર સરહદે આસામ રાઇફલ્સ પર ઉગ્રવાદી હુમલો ૧ જવાન શહીદ, સર્ચ ઓપરેશન તેજ!
Rahul Gandhi Demands Gyanesh Kumar Resignation રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર સામે હુંકાર ‘જ્ઞાનેશ કુમારે પદ પરથી હટવું જ પડશે, પીએમ બચાવી નહીં શકે’
INDIA Alliance Meeting Boycott Leaders બેઠક પહેલાં જ વિખેરાઈ રહ્યું છે INDIA ગઠબંધન? અખિલેશ યાદવ ગેરહાજર, AAP અને DMKએ પણ અંતર જાળવ્યું
Exit mobile version