ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
13 મે 2020
અગાઉની પરિસ્થિતિમાં એક મુખ્ય ફેરફાર કરતા ઇન્ડિયન આર્મી ત્રણ વર્ષ માટે 'ટૂર ઓફ ડ્યૂટી' માટે આમ નાગરીકોને આર્મીમાં જોડાવા દેવાના પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે. આર્મીના સૂત્રોએ જણાવ્યું હતું કે, એક પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી રહી છે, જે અંતગર્ત આમ નાગરીકોને દેશની સેવા કરવા માટે ત્રણ વર્ષની ટૂર ડ્યુટીની મંજૂરી આપવામાં આવશે. આ પ્રસ્તાવ અંગે પૂછવામાં આવતા આર્મીના પ્રવક્તાએ આની પુષ્ટી કરી હતી. આ પ્રસ્તાવ દેશની સર્વશ્રેષ્ઠ પ્રતિભાને પોતાની તરફ આકર્ષિત કરવા માટે આર્મીના પ્રયાસનો એક ભાગ છે અને યુવાનો માટે આને વધુ આકર્ષિત બનાવવા માટે આર્મીના શિર્ષ અધિકારીઓ દ્વારા લઘુ સેવા આયોગની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે. સ્ટેન્ડિંગ કમિટી ઓફ ડિફેન્સ, 2019 ના અહેવાલ મુજબ ભારતીય સૈન્યના ઓફિસર કેડરની ઉણપ આશરે માત્ર 14 ટકા જ રહી છે. અહેવાલમાં સેનામાં 42,253 અધિકારીઓ અને 11.94 લાખ જવાન હતા. ભારતીય નૌકાદળમાં 10,000 અધિકારીઓ 57,310 અને જવાનો હતા. ઉલ્લેખનીય છે કે ભારતીય સેના છેલ્લા કેટલાક વર્ષથી અધિકારીઓની અછતનો સામનો કરી રહી છે, અને ટુંક સમયમાં તે દૂર કરવા માંગે છે. તેના માટે લઘુ સેવા આયોગને પહેલા પાંચ વર્ષની ન્યૂનત્તમ સેવા સાથે શરૂ કરવામાં આવી હતી પરંતુ પછી ને વધુ આકર્ષિત બનાવવા માટે તેને 10 વર્ષ સુધી વધારી દેવામાં વધારી દેવામાં આવી હતી..