News Continuous Bureau | Mumbai
Indian Cricketer Yuvraj Singh: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ (Former Indian cricketer Yuvraj Singh) ના ભાઈની સંભાળ રાખનાર મહિલાની મંગળવારે ભૂતપૂર્વ ક્રિકેટરની માતા શબનમ સિંહ (Shabnam Singh) પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે સંભાળ રાખનાર વ્યક્તિએ પરિવારને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી.
શબનમ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, પરિવારે 2022 માં હેમા કૌશિક (Hema Kaushik) ને યુવરાજ સિંહના ભાઈ જોરાવર સિંહના તેમની દેખરેખ રાખવા માટે રાખવામાં આવી હતી, જોરાવર સિંહ જે છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનથી પીડિત હતા. જો કે, યુવરાજની માતાએ ફરિયાદમાં દાવો કર્યો હતો કે, હેમા કૌશિકને “પોતાના કામમાં કુશળ ન હોવાથી” 20 દિવસ પછી કાઢી મૂકવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Sudha Murthy: લેખિકા સુધા મુર્તિ વિશે જાણો રસપ્રદ વાતો …. હાલ કેમ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યા છે સુધા મુર્તિ… વાંચો અહીંયા
40 લાખ રૂપિયાની માંગણી કરી
શબનમ સિંહે કહ્યું કે મે મહિનામાં હેમા કૌશિકે પરિવારને ખોટા કેસમાં ફસાવીને બદનામ કરવાની ધમકી આપતા વોટ્સએપ મેસેજીસ કોલ કરીને મોકલવાનું શરૂ કર્યું અને અમારી પાસેથી 40 લાખ રૂપિયાની માંગણી કરી. ફરિયાદ પર કાર્યવાહી કરતા, ગુરુગ્રામ પોલીસે યુવરાજ સિંહની માતા પાસેથી 5 લાખ રૂપિયા સ્વીકારતા રંગે હાથ આરોપીને પકડી લીધો હતો. ડીસીપી (DCP) (East) નીતીશ અગ્રવાલે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, અમે આરોપી મહિલાની પૂછપરછ કરી રહ્યા છીએ.