News Continuous Bureau | Mumbai
સરકારે બીએસ-૬ના પેટ્રોલ અને ડીઝલ વાહનોમાં(Petrol and Diesel Vehicles) સી.એન.જી અને એલ.પી.જી કિટના(CNG and LPG kits) રેટ્રોફિટમેન્ટની (retrofitting) મંજૂરી આપી છે. મંત્રાલયના આ નિર્ણયથી લાખો વાહનચાલકોને લાભ થશે. ફક્ત દિલ્હીમાં લગભગ ચાર લાખ વાહન માલિકોને(vehicle owners) ફાયદો થશે. જો તમે બીએસ-૬ એન્જીનવાળી કારમાં સી.એન.જી અને એલ.પી.જી લગાવવાનું વિચારી રહ્યા છો, તો તમે આ કામ કરાવી શકો છો. અગાઉ માત્ર બીએસ-૪ સુધીના એન્જિન વાહનોને કિટ લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
ભારતમાં બીએસ ૬ વાહનોની સંખ્યા લાખોમાં છે. અત્યાર સુધી આ વાહનોમાં સીએનજી કીટ લગાવાનો નિયમ નહોતો. કેટલીય કંપનીઓના બીએસ ૬(BS 6) વાહનોના મોડલ એવા છે, જેમાં સી.એન.જી મોડેલ નથી આવતા રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, બીએસ (ભારત સ્ટેજ)- 6 ગેસોલીન વાહનો (Gasoline vehicles) પર સી.એન.જી અને એલ.પી.જી કિટના રેટ્રોફિટમેન્ટ અને બીએસ-ફૈં ના મામલે ૩.૫ ટનથી ઓછા ડીઝલ એન્જિનને સી.એન.જી અને એલ.પી.જી એન્જિનથી બદલી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : તારક મહેતાની બબીતાજીનું વર્ષો જૂનું દર્દ આવ્યું બહાર-સોશિયલ મીડિયા પર ચાલેલા અભિયાન દરમિયાન જણાવી હતી પોતાની આપવીતી
આ નોટિફિકેશનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, સી.એન.જી એક પર્યાવરણને અનુકૂળ ઈંધણ છે અને પેટ્રોલ તથા ડીઝલની સરખામણીએ કાર્બન મોનોક્સાઈડ, હાઈડ્રોકાર્બન, પાર્ટિક્યુલેટ મેટર અને ધુમાડાના ઉત્સર્જન સ્તરને ઓછું કરશે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, હિતધારકો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતમાં છેલ્લા ત્રણ મહિનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે, પરંતુ આ કિંમત રૂ. ૧૦૦ની આસપાસ છે. લોકોએ પેટ્રોલ અને ડીઝલનો વધુ ખર્ચ ઉઠાવવો પડે છે. બીએસ-૬ એન્જિનવાળા વાહન જૂના છે, તો તેમના માઈલેજ પર પણ અસર થશે અને પેટ્રોલ ડીઝલમાં વધુ ખર્ચો થશે. આ પરિસ્થિતિમાં સી.એન.જી અને એલ.પી.જી કિટ મદદરૂપ સાબિત થઈ શકે છે. સી.એન.જી અને એલ.પી.જીના ઉપયોગથી ઓછા ખર્ચે લાંબી મુસાફરી કરી શકાય છે. વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું હોવાને કારણે દિલ્હીમાં વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગે એક નવી નીતિ બનાવી છે. આયોગ અનુસાર દિવાળી પહેલા ૧ ઓક્ટોબરથી બી.એસ.૪ માનકવાળી ડીઝલ કાર પર પ્રતિબંધ મુકવામાં આવશે. આ વાહનોમાં સી.એન.જી અને એલ.પી.જી કીટ લગાવીને તેનો ઉપયોગ કરી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : ગુજરાતી સીને જગતના જાણીતી અભિનેત્રી હેપ્પી ભાવસારનું નાની વયે થયું નિધન- આ ગંભીર બીમારીએ લીધો તેમનો ભોગ