News Continuous Bureau | Mumbai
દેશના અનેક ભાગોમાં હાલ ભારે વરસાદ(rain) પડી રહ્યો છે. નદીઓમાં પૂરના કારણે કેટલીક જગ્યાએ જનજીવન ખોરવાઈ ગયું છે. ઉત્તર ભારતમાં પણ સારો વરસાદ શરૂ થયો છે. જેના કારણે શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે. દરમિયાન આજે હવામાન વિભાગ દ્વારા કેટલાક રાજ્યોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમાં ગુજરાત(Gujarat)ના કેટલાક જિલ્લાઓ અને મહારાષ્ટ્ર(Maharashtra)ના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેશે. હવામાન વિભાગે આજે ગુજરાતના અમરેલી, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ (Red alert)જારી કર્યું છે. તો બીજી તરફ જૂનાગઢ, ભાવનગર, સુરત, તાપી જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ(Orange alert) જારી કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ-પૂર્વ ઉપનગરમાં નોંધાયો આટલો વરસાદ- જાણો આંકડા અહીં
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં આજે પણ વરસાદ ચાલુ રહેશે. બુધવારે ભારે વરસાદ(Heavy rain)ને કારણે નાશિકના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દરમિયાન આજે નાસિક, પાલઘર અને પુણે જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો મહારાષ્ટ્રના થાણે, મુંબઈ ઉપનગરો, રાયગઢ, રત્નાગીરી, સતારા, કોલ્હાપુર, સિંધુદુર્ગ, અમરાવતી, નાગપુર, વર્ધા, યવતમાલ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ઉત્તર ગોવામાં, દક્ષિણ ગોવામાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ કર્ણાટકના ઉત્તરા કન્નડ, ઉડુપી, શિમોગા, દક્ષિણ કન્નડ, ચિકમગલુર અને કોડાગુ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશના ધાર, દેવાસ, સિહોર, રાયસેન, હોશંગાબાદ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે પાડોશી રાજ્ય છત્તીસગઢના રાજનાંદગાંવ, બાલોદ, કાંકેર, નારાયણપુર, બીજાપુર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદની આગાહી કરી છે. તે જ સમયે, 14, 16 અને 17 જુલાઈએ ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
