Indian Navy : આઠમી મિસાઇલ કમ દારૂગોળા (MCA) બાર્જ, LSAM 11 (યાર્ડ 79)ની ડિલિવરી

Indian Navy : સમારોહના મુખ્ય મહેમાન કમાન્ડર રાજેશ બરગોટી, CoY, ND (Mbi) હતા. LSAM 11ની ડિલિવરી સાથે MSME શિપયાર્ડે ભારતીય નૌકાદળને તમામ આઠ બાર્જની કરારબદ્ધ ડિલિવરી પૂર્ણ કરી છે.

News Continuous Bureau | Mumbai

Indian Navy : આઠમી મિસાઇલ કમ દારૂગોળા બાર્જ (MCA) બાર્જ, LSAM 11 (યાર્ડ 79) નો ઇન્ડક્શન સમારોહ 07 માર્ચ 25ના રોજ નેવલ ડોકયાર્ડ, મુંબઈ ખાતે યોજાયો હતો. સમારોહના મુખ્ય મહેમાન કમાન્ડર રાજેશ બરગોટી, CoY, ND (Mbi) હતા. LSAM 11ની ડિલિવરી સાથે MSME શિપયાર્ડે ભારતીય નૌકાદળને તમામ આઠ બાર્જની કરારબદ્ધ ડિલિવરી પૂર્ણ કરી છે.

Join Our WhatsApp Community

Indian Navy Delivery of Eighth Missile Cum Ammunition MCA Barge, LSAM 11 Yard 79

આઠ MCA બાર્જના બાંધકામ અને ડિલિવરી માટેનો કરાર 19 ફેબ્રુઆરી, 2021નાં રોજ MSME શિપયાર્ડ, મેસર્સ સેકોન એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, વિશાખાપટ્ટનમ સાથે સંપન્ન થયો હતો. આ બાર્જ શિપયાર્ડ દ્વારા ભારતીય શિપ ડિઝાઇનિંગ ફર્મના સહયોગથી સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે અને તેમની દરિયાઇ યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે નેવલ સાયન્સ એન્ડ ટેકનોલોજીકલ લેબોરેટરી (NSTL), વિશાખાપટ્ટનમ ખાતે સફળતાપૂર્વક મોડેલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. 

આ બાર્જનું નિર્માણ ભારતીય રજિસ્ટર ઓફ શિપિંગ (IRS)ના સંબંધિત નૌકાદળના નિયમો અને વિનિયમો અનુસાર કરવામાં આવ્યું છે. MCA બાર્જ ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલના ગૌરવપૂર્ણ ધ્વજવાહક છે અને જે MSMEને પ્રોત્સાહન આપવાની ભારતીય નૌકાદળની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે.

આ સમાચાર પણ વાંચો : Youth Training Scheme : મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજનાની મુદતમાં પાંચ મહિનાનો વધારો

આમાંથી સાત MCA બાર્જ પહેલાથી જ નૌકાદળમાં સામેલ થઈ ગયા છે અને જેટી અને બાહ્ય બંદરો પર ભારતીય નૌકાદળના પ્લેટફોર્મ પર વસ્તુઓ/દારૂગોળાના પરિવહન, પ્રવેશ અને ઉતરાણની સુવિધા આપીને ભારતીય નૌકાદળની ઓપરેશનલ પ્રતિબદ્ધતાઓને વેગ આપી રહ્યા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Mumbai Local: મુંબઈ લોકલ બન્યું હોસ્પિટલ: વીડિયો કૉલ પર યુવકે ડૉક્ટરની ભૂમિકા ભજવી, સોશિયલ મીડિયા પર બન્યો ‘રિયલ હીરો’
Tejas Mk1A: ભારતીય વાયુસેના માટે ગૌરવની ક્ષણ: તેજસ Mk1A ની પ્રથમ ઉડાન સફળ, સ્વદેશી ફાઇટર જેટની બોલબાલા
Tinsukia: આસામના તિનસુકિયામાં આર્મી કેમ્પ પર મોટો આતંકી હુમલો: ગોળીબારમાં આટલા જવાન થયા ઘાયલ
Mumbai Metro 3: મુંબઈ મેટ્રો 3 યુઝર્સ માટે ભેટ: હવે સ્ટેશનો પર ફ્રી Wi-Fi, ટાવરની સમસ્યા થશે દૂર
Exit mobile version