Indian Navy: દરિયાઈ સાધનોના સ્વદેશીકરણને આગળ ધપાવવા ભારતીય નૌકાદળે BEML LTD સાથે મિલાવ્યો હાથ,કર્યા MOU પર હસ્તાક્ષર..

Indian Navy: ભારતીય નૌકાદળે BEML LTD સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

News Continuous Bureau | Mumbai

Indian Navy: ભારતીય નૌકાદળ અને BEML લિમિટેડ દરિયાઈ સાધનો અને પ્રણાલીઓના સ્વદેશીકરણને આગળ ધપાવવા માટે હાથ મિલાવ્યો. 

Join Our WhatsApp Community

ભારતીય નૌકાદળના મહત્વપૂર્ણ મરીન એન્જિનિયરિંગ સાધનોના ( Marine Engineering Equipments )  સ્વદેશીકરણ તરફની દિશામાં એક મોટું પગલું ભરતા, રક્ષા મંત્રાલય ( Defense Ministry ) અંતર્ગત ‘શેડ્યૂલ A’ કંપની અને ભારતના અગ્રણી સંરક્ષણ અને હેવી એન્જિનિયરિંગ ઉત્પાદકોમાંની એક BEML લિમિટેડે 20 ઑગસ્ટના રોજ ભારતીય નૌકાદળ સાથે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.

Indian Navy signed MoU with BEML LTD

Indian Navy signed MoU with BEML LTD

ભારતીય નૌકાદળના રીઅર એડમિરલ કે શ્રીનિવાસ, ACOM(D&R), શ્રી અજીત કુમાર શ્રીવાસ્તવ, સંરક્ષણ નિયામક, BEML વચ્ચે નવી દિલ્હી ખાતેના નેવલ હેડક્વાર્ટર ખાતે આ સમજૂતી કરાર પૂર્ણ થયો હતો. આ પહેલ નિર્ણાયક મરીન એન્જિનિયરિંગ સાધનો અને સિસ્ટમોના સ્વદેશી ડિઝાઇન, વિકાસ, ઉત્પાદન, પરીક્ષણ અને ઉત્પાદન સપોર્ટ માટે દ્વિપક્ષીય સહકાર ( Bilateral cooperation ) વધારવા માટેનું એક મહત્ત્વનું પગલું છે.

આ સમાચાર પણ વાંચોઃ Rajnath Singh US Visit: સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ લેશે યુએસની સત્તાવાર મુલાકાત, જાણો આ મુલાકાતનો એજન્ડા

ભારત સરકારની  ( Central Government ) આત્મનિર્ભર ભારત પહેલ સાથે સંલગ્ન, ભાગીદારીનો હેતુ સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને મજબૂત કરવાનો અને વિદેશી OEM પર નિર્ભરતા ઘટાડવાનો છે.

Indian Navy signed MoU with BEML LTD

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version