News Continuous Bureau | Mumbai
વડા પ્રધાન(Prime Minister) નરેન્દ્ર મોદી(Narendra Modi), આંધ્ર પ્રદેશ(Andhra Pradesh)ના મુખ્ય પ્રધાન(CM) જગન મોહન રેડ્ડી(Jagan Mohan Reddy) અને બિઝનેસ ટાયકૂન(Business tycoon) ગૌતમ અદાણી(Gautam Adani) વિરુદ્ધ અમેરિકાની કોર્ટમાં કેસ દાખલ થયો છે. આ મામલામાં આ ત્રણેય દિગ્ગજોને અમેરિકાની કોર્ટ તરફથી સમન્સ પણ મોકલાવમાં આવી ચૂક્યું છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ભ્રષ્ટાચાર અને પેગાસસ સ્પાયવેર(Corruption and Pegasus Spyware) સહિતના અનેક મુદ્દાઓ પર યુએસમાં કેસ(FIR) દાખલ કરવામાં આવ્યો છે. આ મામલો ભારતીય મૂળના ડૉક્ટર (Indian origin Doctor)દ્વારા દાખલ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે આરોપ લગાવ્યો કે પીએમ મોદી, રેડ્ડી અને અદાણી સહિત કેટલાક લોકો ભ્રષ્ટાચાર અને રાજકીય હરિફોની વિરુદ્ધ પેગાસસ સ્પાઇવેયર(Pegasus Spyware) નો ઉપયોગ કરવામાં સામેલ છે. તેમણે અમેરિકામાં મોટા પ્રમાણમાં રોકડ મોકલી હોવાની વાત કહી છે.
આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનમાં થયેલી અતિવૃષ્ટિની અસર ગુજરાતમાં- કચ્છનું રણ દરિયામાં ફેરવાયું- જુઓ વિડિયો
એક અહેવાલ અનુસાર, આ કેસ 24 મેના રોજ દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કોર્ટે 22 જુલાઈએ ત્રણેયને સમન્સ(Summons) જાહેર કર્યા હતા. તેમને 4 ઓગસ્ટે ભારત અને 2 ઓગસ્ટે સ્વિટ્ઝર્લેન્ડના શ્વેબને બોલાવવામાં આવ્યા હતા. ડૉ. એ 19 ઓગસ્ટે કોર્ટ સમક્ષ સમન્સના પુરાવા રજૂ કર્યા હતા. જોકે, જ્યારે ટ્રાયલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ભારતીય-અમેરિકન વકીલ રવિ બત્રા(Indian-American lawyer Ravi Batra)એ કહ્યું કે ડૉ. પાસે ઘણો ખાલી સમય છે અને તેમની પાસે બીજું કોઈ કામ નથી, તેથી તેઓ ભારત(India)ની મહાન હસ્તીઓને અમેરિકા(US)માં બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.