ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 સપ્ટેમ્બર 2020
વિશ્વભરમાં ભારતીયોનો ડંકો વાગી રહ્યો છે.. ભારતીય મૂળના નેતાએ સિંગાપોરના વિપક્ષના નેતા બનીને ઇતિહાસ રચ્યો છે. ભારતીય મૂળના કોઈ નેતા સિંગાપોરમાં વિપક્ષના નેતા બન્યા હોય એવી આ પ્રથમ ઘટના છે. 10 જુલાઈએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પ્રીતમ સિંહની વર્કર પાર્ટીએ 93 માંથી 10 સંસદીય બેઠકો જીતી હતી. જેના કારણે તેમનો પક્ષ સૌથી મોટો વિપક્ષ બનીને ઉભરી આવ્યો હતો..
42 વર્ષીય પ્રીતમ સિંહે સંસદમાં સંબોધનમા જણાવ્યું હતું કે, વિદેશીઓ અને તેમની સ્થિતિ પર સરકારે વધુ ધ્યાન આપવાનું જરૂર છે. સિંગાપોરના અર્થતંત્રમાં વિદેશીઓનો ફાળો અગત્યનો છે. કારણ કે તેઓ સિંગાપુર માટે અનેક નોકરીઓનું સર્જન કરી રહ્યા છે..
ઉલ્લેખનીય છે કે સિંગાપુરની સંસદમાં નેતા ઈન્દ્રાણી રાજા પણ ભારતીય મૂળના છે અને તે સત્તામાં રહેલી પીપલ્સ એક્શન પાર્ટીના નેતા છે. નોંધનીય વાત એ છે વિપક્ષી નેતા હોવાથી પ્રિતમસિંહ સિંગાપોરના વડાપ્રધાન લી સામે સંસદમાં બેસશે. પોતાના ભાષણમાં વડાપ્રધાને કહ્યું કે '14મી સંસદમાં વિરોધ પક્ષના નેતા તરીકે પસંદગી પામેલા પ્રીતમ સિંહને, પોતાની ફરજ સારી રીતે નિભાવી શકે એ માટે જરૂરી તમામ સાથ-સહકાર આપવામાં આવશે.'
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com