News Continuous Bureau | Mumbai
Indian Railway: ભારતીય રેલ્વે નેટવર્ક વિશ્વનું ચોથું સૌથી મોટું નેટવર્ક છે. ભારતમાં દરરોજ અઢી કરોડ પ્રવાસીઓ ટ્રેનમાં પ્રવાસ કરે છે. પરંતુ ઉંદરોનો ( Rats ) ઉપદ્રવ હંમેશા રેલ ગાડીઓમાં થાય છે. આવા ઉંદરોને નાબૂદ કરવા માટે રેલવેએ હવે પેસ્ટ કંટ્રોલ શરૂ કર્યું છે. પરંતુ આમાં પણ એક સમસ્યા એ હતી કે, ઉંદરો ઝેરી ખોરાક ખાતા હતા અને દૂરના ખૂણામાં જઈ મૃત્યુ પામતા હતા. જેના કારણે સમ્રગ ગાડીમાં દુર્ગંધ ફેલાઈ જતી હતી. તેથી રેલવે પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આથી મધ્ય રેલ્વેએ ( Central Railway ) હવે આનો પણ ઉકેલ લાવી દીધો છે.
મધ્ય રેલવેના ઉપનગરીય સ્ટેશનના રનિંગ રૂમમાં મૃત ઉંદરોને કારણે જ્યારે મોટરમેન અને અન્ય કર્મચારીઓ આરામ કરી રહ્યા હતા. ત્યારે ભારે દુર્ગંધ આવી રહી હતી. તેથી આ મરેલા ઉંદરને શોધવા માટે મધ્ય રેલવેએ એક અત્યાધુનિક ઉપાય તૈયાર કર્યો હતો. મધ્ય રેલવેએ હવે તેમના પરિસરમાં બોરેસ્કોપિક કેમેરા ( Borescope camera ) લગાવ્યા છે. મધ્ય રેલવેમાં કામ કરતા રનિંગ સ્ટાફ અને ક્રૂ કંટ્રોલ સ્ટાફની રાહત માટે રેલવેએ આ બોરેસ્કોપિક કેમેરાની હંગામી વ્યવસ્થા કરી છે. કારણ કે આ જગ્યાએ ઉંદરોનો મોટો ઉપદ્રવ હતો . તેના પર પેસ્ટ કંટ્રોલ કરવામાં આવ્યો હતો. પરંતુ આ ઉંદરો દૂર જઈને ખૂણે ખૂણે મૃત્યુ પામ્યા હતા. તેથી, તેમની અસહ્ય દુર્ગંધથી રેલ્વે કર્મચારીઓના ( Railway employees ) આરોગ્ય જોખમમાં મૂકાયું હતું. આના ઉકેલ માટે રેલવેએ અત્યાધુનિક બોરેસ્કોપિક કેમેરાનો ઉપયોગ કરવાનું નક્કી કરાયું હતું. જેથી હવે ઉપનગરીય રનિંગ રૂમમાંથી દુર્ગંધ આવવાની ફરિયાદ મળતાની સાથે જ મધ્ય રેલવેના હાઉસકીપિંગ સ્ટાફ તે પરિસરમાં પહોંચે છે અને આ મૃત ઉંદરોને શોધી કાઢે છે. તેમજ તેને ત્યાંથી દૂર ખસેડવામાં આવે છે .
Indian Railway: સીલીંગ પરના પીઓપી વિસ્તારને સ્કેન કરવા માટે સીલીંગ પર બે બોરેસ્કોપિક કેમેરા લગાવવામાં આવ્યા છે…
સીલીંગ પરના પીઓપી વિસ્તારને સ્કેન કરવા માટે સીલીંગ પર બે બોરેસ્કોપિક કેમેરા લગાવવામાં આવ્યા છે. આમાં જે ખુણે ખુણા માનવની આંખે જોઈ શકતી નથી. તે સમગ્ર વિસ્તારને સ્ટેપ બાય સ્ટેપ આ કેમેરો સ્કેન કરે છે અને મૃત ઉંદરને શોધી કાઢે છે. જે બાદ સીલીંગનો પીઓપી ભાગ તોડીને મૃત ઉંદર બહાર કાઢવામાં સફળતા મળે છે. તો ઉપનગરીય લોબીના શૌચાલય અને વૉશરૂમ વિસ્તારમાં સીલીંગની પાછળ પણ કેટલાક મૃત ઉંદરો મળી આવ્યા હતા. હાલ આ પરિસરમાં મૃત ઉંદરના સેમ્પલ અને પાણીના સેમ્પલ પણ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Subhas chandra Bose: નેતાજીના પૌત્રે પીએમને જાપાનથી સુભાષ ચંદ્ર બોઝની અસ્થિઓ પાછા લાવવાની અપીલ કરી.. જાણો વિગતે..
આ વિસ્તારમાં, મોટરમેન, ટ્રેન મેનેજર અને ક્રૂ કંટ્રોલ કર્મચારીઓને ઉપનગરીય લોબીમાં બેસાડવામાં આવ્યા હતા જેમાં લોબીની સામેની ખુલ્લી જગ્યામાં મોટરમેન અને ટ્રેન મેનેજર માટે અસ્થાયી રુપે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી અને અનેક માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
- * જેમાં મોટરમેનની ગોપનીયતા માટે પ્લેટફોર્મ પર બંધ વિસ્તાર,
- * મોટરમેન માટે તેમનો સામાન રાખવા માટે સ્ટોરેજ રેક,
- * મોટરમેન માટે પાણીનું ડિસ્પેન્સર
- * શેડ્યુલ મુજબ તેમની લોકલ ટ્રેનની રાહ જોતી વખતે મોટરમેનને હવા પૂરી પાડવા માટે પેડેસ્ટલ પંખા મૂકવામાં આવ્યા છે
- * મોટરમેન માટે મુશ્કેલી મુક્ત સાઈન ઓન/ઓફ અને ડ્યુટી બેંકિંગ માટે CMS કિઓસ્ક મશીન સ્થાપિત
- * મોટરમેન માટે ભોજન વ્યવસ્થા માટે પ્લેટફોર્મ નં. 6 પાસે ગ્રાઉન્ડ ફ્લોર પર હંગામી વ્યવસ્થા કરવામાં આવી છે
- તો લોબી વિસ્તારની સફાઈ અને પેસ્ટ કંટ્રોલ કરવામાં આવ્યું હતું.
- * કેટીન સાથે ઉપનગરીય લોબી વિસ્તાર સાફ કર્યો
- * સક્શન મશીનો સાથે લોબીમાં તમામ એસી ડક્ટ્સની રોબોટિક સફાઈ, વિડીયોગ્રાફીની સુવિધા પણ.
- * આખી જગ્યાઓ પેસ્ટ કંટ્રોલ કરીને સાફ કરવામાં આવી હતી..
આ સમાચાર પણ વાંચો: FPI Investor: વિદેશી રોકાણકારો આકર્ષાય રહ્યા છે ભારતીય શેરબજારથી, દરરોજ રોકાણ કરી રહ્યા છે આટલા કરોડ રુપિયા.. જાણો વિગતે