Site icon

Indian Railway: રેલવેમાં પ્રવાસ દરમિયાન હવે તીક્ષ્ણ ગંધથી મળશે છૂટકારો, રેલવેનો આ અત્યાધુનિક બોરોસ્કોપિક કેમેરા મૃત ઉંદરોને શોધી કાઢશે.. જાણો વિગતે..

Indian Railway: બોરસ્કોપ કેમેરા, જેને ઇન્સ્પેક્શન કેમેરા પણ કહેવાય છે, જ્યારે માનવ આંખ દ્વારા કોઈ વસ્તુ અથવા અન્ય માધ્યમો દ્વારા દેખાતુ ન હોય ત્યારે આ સાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિન-વિનાશક પરીક્ષણ માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.

Indian Railway Now you will get rid of a pungent smell while traveling in railways, this state-of-the-art borescope camera of railways will detect dead rats

Indian Railway Now you will get rid of a pungent smell while traveling in railways, this state-of-the-art borescope camera of railways will detect dead rats

News Continuous Bureau | Mumbai

Indian Railway:  ભારતીય રેલ્વે નેટવર્ક વિશ્વનું ચોથું સૌથી મોટું નેટવર્ક છે. ભારતમાં દરરોજ અઢી કરોડ પ્રવાસીઓ ટ્રેનમાં પ્રવાસ કરે છે. પરંતુ ઉંદરોનો ( Rats )  ઉપદ્રવ હંમેશા રેલ ગાડીઓમાં થાય છે. આવા ઉંદરોને નાબૂદ કરવા માટે રેલવેએ હવે પેસ્ટ કંટ્રોલ શરૂ કર્યું છે. પરંતુ આમાં પણ એક સમસ્યા એ હતી કે, ઉંદરો ઝેરી ખોરાક ખાતા હતા અને દૂરના ખૂણામાં જઈ મૃત્યુ પામતા હતા. જેના કારણે સમ્રગ ગાડીમાં દુર્ગંધ ફેલાઈ જતી હતી. તેથી રેલવે પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આથી મધ્ય રેલ્વેએ ( Central Railway ) હવે આનો પણ ઉકેલ લાવી દીધો છે. 

Join Our WhatsApp Community

મધ્ય રેલવેના ઉપનગરીય સ્ટેશનના રનિંગ રૂમમાં મૃત ઉંદરોને કારણે જ્યારે મોટરમેન અને અન્ય કર્મચારીઓ આરામ કરી રહ્યા હતા. ત્યારે ભારે દુર્ગંધ આવી રહી હતી. તેથી આ મરેલા ઉંદરને શોધવા માટે મધ્ય રેલવેએ એક અત્યાધુનિક ઉપાય તૈયાર કર્યો હતો. મધ્ય રેલવેએ હવે તેમના પરિસરમાં બોરેસ્કોપિક કેમેરા ( Borescope camera )  લગાવ્યા છે. મધ્ય રેલવેમાં કામ કરતા રનિંગ સ્ટાફ અને ક્રૂ કંટ્રોલ સ્ટાફની રાહત માટે રેલવેએ આ બોરેસ્કોપિક કેમેરાની હંગામી વ્યવસ્થા કરી છે. કારણ કે આ જગ્યાએ ઉંદરોનો મોટો ઉપદ્રવ હતો . તેના પર પેસ્ટ કંટ્રોલ કરવામાં આવ્યો હતો. પરંતુ આ ઉંદરો દૂર જઈને ખૂણે ખૂણે મૃત્યુ પામ્યા હતા. તેથી, તેમની અસહ્ય દુર્ગંધથી રેલ્વે કર્મચારીઓના ( Railway employees ) આરોગ્ય જોખમમાં મૂકાયું હતું. આના ઉકેલ માટે રેલવેએ અત્યાધુનિક બોરેસ્કોપિક કેમેરાનો ઉપયોગ કરવાનું નક્કી કરાયું હતું. જેથી હવે ઉપનગરીય રનિંગ રૂમમાંથી દુર્ગંધ આવવાની ફરિયાદ મળતાની સાથે જ મધ્ય રેલવેના હાઉસકીપિંગ સ્ટાફ તે પરિસરમાં પહોંચે છે અને આ મૃત ઉંદરોને શોધી કાઢે છે. તેમજ તેને ત્યાંથી દૂર ખસેડવામાં આવે છે .

Indian Railway: સીલીંગ પરના પીઓપી વિસ્તારને સ્કેન કરવા માટે સીલીંગ  પર બે બોરેસ્કોપિક કેમેરા લગાવવામાં આવ્યા છે…

સીલીંગ પરના પીઓપી વિસ્તારને સ્કેન કરવા માટે સીલીંગ  પર બે બોરેસ્કોપિક કેમેરા લગાવવામાં આવ્યા છે. આમાં જે ખુણે ખુણા માનવની આંખે જોઈ શકતી નથી. તે સમગ્ર વિસ્તારને સ્ટેપ બાય સ્ટેપ આ કેમેરો સ્કેન કરે છે અને મૃત ઉંદરને શોધી કાઢે છે. જે બાદ સીલીંગનો પીઓપી ભાગ તોડીને મૃત ઉંદર બહાર કાઢવામાં સફળતા મળે છે. તો ઉપનગરીય લોબીના શૌચાલય અને વૉશરૂમ વિસ્તારમાં સીલીંગની પાછળ પણ કેટલાક મૃત ઉંદરો મળી આવ્યા હતા. હાલ આ પરિસરમાં મૃત ઉંદરના સેમ્પલ અને પાણીના સેમ્પલ પણ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  Subhas chandra Bose: નેતાજીના પૌત્રે પીએમને જાપાનથી સુભાષ ચંદ્ર બોઝની અસ્થિઓ પાછા લાવવાની અપીલ કરી.. જાણો વિગતે..

આ વિસ્તારમાં, મોટરમેન, ટ્રેન મેનેજર અને ક્રૂ કંટ્રોલ કર્મચારીઓને ઉપનગરીય લોબીમાં બેસાડવામાં આવ્યા હતા જેમાં લોબીની સામેની ખુલ્લી જગ્યામાં મોટરમેન અને ટ્રેન મેનેજર માટે  અસ્થાયી રુપે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી અને અનેક માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: FPI Investor: વિદેશી રોકાણકારો આકર્ષાય રહ્યા છે ભારતીય શેરબજારથી, દરરોજ રોકાણ કરી રહ્યા છે આટલા કરોડ રુપિયા.. જાણો વિગતે

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version