ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 ઓક્ટોબર 2020
જો તહેવારોમાં રેલવેની મુસાફરી કરવા જઇ રહ્યા હોવ તો રિઝર્વેશન ચાર્ટનો નવા નિયમ જાણી લો. હવે રેલવેનો બીજો રિઝર્વેશન ચાર્ટ જેને આપણે સેકન્ડ રિઝર્વેશન લિસ્ટ પણ કહીએ છીએ. તે હવે ટ્રેન નીકળ્યાના અડધા કલાક (30 મિનિટ) પહેલાં જારી કરવામાં આવશે. કોરોના કાળમાં ભારતીય રેલવેએ યાત્રિઓની સુવિધાને ધ્યાનમાં રાખીને રિઝર્વેશનના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમ અનુસાર, બીજો ચાર્ટ તૈયાર થયા પહેલા ટિકિટ બુકિંગની સુવિધા ઓનલાઇન અને પીઆરએસ ટિકિટ કાઉન્ટર પર ઉપલબ્ધ રહેશે.
જણાવી દઇએ કે રેલવે રિઝર્વેશનના નવા નિયમ 10 ઓક્ટોબરથી લાગુ થશે..
ઉલ્લેખનીય છે કે અગાઉ રેલવેએ બીજો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડ્યાના 2 કલાક પહેલા બનાવવાનું નક્કી કર્યુ હતુ. પરંતુ ફરીથી આ નિયમમાં બદલાવ કરતાં હવે ફરીથી બીજો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડવાના સમયના 30 મિનિટ પહેલા બનશે. બીજા ચાર્ટનો સમય બદલવા પર હવે મુસાફરો સામે ટિકિટ બુક કરાવાના વધુ વિકલ્પ હશે. મુસાફરો બીજો ચાર્ટ તૈયાર થવા સુધી વહેલા તે પહેલાના આધારે ઇન્ટરનેટ પર ટિકિટ બુક કરાવી શકશે.
