ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
02 નવેમ્બર 2020
ભારતીય રેલવે કોરોના સંકટની વચ્ચે પોતાની કમાણીમાં વધારો કરવા માટે ટ્રેન પેસેન્જર્સ ને પાસેથી હવે રેલવેની વસ્તુ વાપરવાની કિંમત વસૂલવા જઇ રહી છે. તેના માટે રેલવે દેશના કેટલાક ખાસ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ નો ભાવ બમણો કરવા પર વિચાર કરી રહી છે. મોટાભાગના સ્ટેશનો પર હાલમાં પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 10 રૂપિયા છે, જેને વધારીને 20 રૂપિયા કરી દેવામાં આવશે.
આ ઉપરાંત યૂઝર્સ ડેવલપમેન્ટ સ્કીમ પણ લાગુ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ નવેમ્બર 2020માં દેશના 121 સ્ટેશનો પર યૂડીએફ લાગુ કરી દેવામાં આવશે. આ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો ભાવ વધારવામાં આવશે. દેશના એવા 1050 સ્ટેશનો પર પેસેન્જર્સ પાસેથી વસૂલવામાં આવી શકે છે યૂઝર ચાર્જ.
નોંધનીય છે કે, દેશભરમાં લગભગ 7000 રેલવે સ્ટેશન છે.
પ્રાઇવેટ કંપનીઓ રિ-ડેવલપમેન્ટમાં કરશે 50 હજાર કરોડનું રોકાણ – જે સ્ટેશનોની સાફ-સફાઈ, રિનોવેશન, મેન્ટેનન્સ, ડેવલપમેન્ટ વર્ક પ્રાઇવેટ કંપનીઓ કરી રહી છે.
નાગપુર, નેલ્લોર, પુડ્ડુચેરી, દેહરાદૂન, ગ્વાલિયર સ્ટેશનો માટે યૂઝર્સ ફીનો પ્રસ્તાવ છે. મળતી માહિતી મુજબ આ સ્ટેશનો માટે ટ્રેન ટિકિટનું ભાડું પણ વધારવામાં આવશે. યૂઝર્સ ચાર્જને શરૂઆતમાં 121 સ્ટેશન પર લાગુ કરવામાં આવશે..
