Indian Railways : તહેવારોમાં ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે સજ્જ, દોડાવશે 540 હોળી સ્પેશિયલ ટ્રેનો

Indian Railways : હોળીના તહેવારો દરમિયાન, ભારતીય રેલવેએ મુસાફરોને સરળ અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવા માટે અત્યાર સુધીમાં 540 સેવાઓને સૂચિત કરી છે મુખ્ય સ્ટેશનો પર ભીડ વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે આ ટ્રેનો રેલવો માર્ગો પર દેશભરના મુખ્ય સ્થળોને જોડવાની યોજના ધરાવે છે ગયા વર્ષની સરખામણીમાં આ તહેવારોની સિઝનમાં 219 વધુ સેવાઓ ઉમેરવામાં આવી છે

by Hiral Meria
Indian Railways will run 540 Holi special trains, equipped for the convenience of passengers during the festival

News Continuous Bureau | Mumbai

Indian Railways : હોળીના ( Holi ) આ તહેવારની સીઝનમાં, રેલ યાત્રિકોની ( rail passengers ) સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને દૂર કરવા માટે, ભારતીય રેલવે 540 ટ્રેન સેવાઓ ચલાવી રહી છે. 

દિલ્હી-પટના, દિલ્હી-ભાગલપુર, દિલ્હી-મુઝફ્ફરપુર, દિલ્હી-સહરસા, ગોરખપુર-મુંબઈ, કોલકાતા-પુરી, ગુવાહાટી-રાંચી, નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા, જયપુર- બાંદ્રા ટર્મિનસ, પુણે- દાનાપુર, દુર્ગ-પટના, બરૌની-સુરત વગેરે રેલવે રૂટ પર દેશભરના મુખ્ય સ્થળોને જોડવા માટે ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે.

ક્રમાંક

 

રેલવે

 

સૂચિત સેવાઓ

 

1 CR 88
2 ECR 79
3 ER 17
4 ECoR 12
5 NCR 16
6 NER 39
7 NFR 14
8 NR 93
9 NWR 25
10 SCR 19
11 SER 34
12 SECR 4
13 SR 19
14 SWR 6
15 WCR 13
16 WR 62
  કુલ 540

બિનઆરક્ષિત કોચમાં મુસાફરોના વ્યવસ્થિત પ્રવેશ માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ ( RPF ) સ્ટાફની દેખરેખ હેઠળ ટર્મિનસ સ્ટેશનો પર કતાર ઊભી કરીને ભીડને નિયંત્રિત કરવાના પગલાં સુનિશ્ચિત કરવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Loksabha Election 2024: ચૂંટણી પંચે વિકાસ ભારત સંપર્ક વોટ્સએપ સંદેશાઓ પર પ્રતિબંધ મૂક્યો, જાણો શું છે કારણ..

મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મુખ્ય સ્ટેશનો પર વધારાના આરપીએ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રેનો સરળતાથી ચાલે તે માટે અધિકારીઓને મુખ્ય સ્ટેશનો પર ઇમરજન્સી ડ્યુટી પર તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રેન સેવામાં કોઈપણ વિક્ષેપને અગ્રતાના આધારે દૂર કરવા માટે સ્ટાફને વિવિધ વિભાગોમાં તૈનાત કરવામાં આવ્યા છે.

પ્લેટફોર્મ નંબરની સાથે ટ્રેનોના આગમન/પ્રસ્થાનની સતત અને સમયસર જાહેરાત માટે પગલાં લેવામાં આવ્યા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like