ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 ફેબ્રુઆરી 2021
કોરોના થી બચવા માટે લોકોએ શું કર્યું તે સંદર્ભે અખિલ હિન્દુસ્તાન યોગ શિક્ષક મહાસંઘ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો. આ સર્વેમાં સામે આવ્યું છે કે કોરોના થી બચવા માટે મોટાભાગના હિન્દુસ્તાની નાગરિકોએ આયુર્વેદ અને યોગ નો સહારો લીધો. આ ઉપરાંત ચાર મહિના દરમિયાન હિન્દુસ્તાની નાગરિકોએ કોરોના થી બચવા માટે 36 કરોડ લિટર આયુર્વેદિક કાઢો પીધો.
આ સર્વે જૂન-જુલાઇ તેમજ ઑગસ્ટ મહિનામાં કરવામાં આવ્યો જેમાં ૪૦ લાખ લોકોએ ભાગ લીધો. સર્વેમાં સામે આવ્યું કે મોટાભાગના લોકો પોતાની જાતને બચાવવા માટે કાઢો પી રહ્યા હતા.
