ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02, માર્ચ 2022,
બુધવાર.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સાતમા દિવસે વિદેશ મંત્રાલય દ્વારા નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
એડવાઈઝરી મુજબ ખારકીવમાં હાજર તમામ ભારતીયોએ પોતાની સુરક્ષા માટે તાત્કાલિક ખારકીવ શહેર છોડીને જવું પડશે.
ભારતીય વિદેશ મંત્રાલયે આજે એક એડવાઈઝરી જારી કરીને ખારકીવમાં રહેલા તમામ ભારતીયોને વહેલી તકે શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
એડવાઈઝરીમાં વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ભારતીયો ખારકીવથી પેસોચિન,બાબાયે અને બેઝલ્યુડોવા તરફ જઈ શકે છે.
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવાનું અભિયાન તેજ, હવે આ ફોર્સ પણ ઓપરેશનમાં જોડાશે; જાણો વિગતે
