News Continuous Bureau | Mumbai
દેશમાં એક તરફ હજી પણ એવા વિસ્તારો છે જ્યાં ભૂખમરો(Starvation) છે. લોકોને એક વખત પણ ભરપેટ ખાવા મળતું નથી. તો બીજી તરફ દરેક ભારતવાસી(Indians) પ્રતિવર્ષ સરેરાશ 50 કિલો ખાવાનું એંઠુ ફેંકી દે(Throws up) છે એવો ચોંકાવનારો અહેવાલ આવ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રના ફૂડ વેસ્ટ ઈન્ડેક્સના(United Nations Food Waste Index) એક રિપોર્ટ મુજબ ભારતના લોકો સૌથી વધુ ખાવાનું કચરામાં ફેકી દે છે. રિપોર્ટ મુજબ ભારતમાં વાર્ષિક સ્તરે પ્રતિ વ્યક્તિ 50 કિલો અનાજ બરબાદ(Food waste) કરે છે. એ હિસાબે દેશમાં દર વર્ષે લગભગ 6.88 ટન ખાવાનું બરબાદ થાય છે.
આ સમાચાર પણ વાંચો: ક્વાડ શિખર બેઠકની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ, પીએમ મોદી કરતા દેખાયા વિશ્વનું નેતૃત્વ; જુઓ ફોટોગ્રાફ…
એક તરફ દેશમાં 14 ટકા લોકો કુપોષણનો(Malnutrition) ભોગ બન્યા છે. તો બીજી તરફ આટલી મોટી સંખ્યામાં અનાજ વેડફાતું હોવાનો ચોંકાવનારો રિપોર્ટ છે.
સંયુક્ત રાષ્ટ્રએ(United Nations) પૂરી દુનિયાના આંકડા પણ જાહેર કર્યા છે. 2019માં દુનિયામાં લગભગ 93.10 કરોડ ટન ખાવાનું બરબાદ થયું હતું. જે વૈશ્વિક સ્તર પર કુલ ખાવાના 17 ટકા છે.