News Continuous Bureau | Mumbai
ભારતે વેક્સિનેશન અભિયાનમાં ઇતિહાસ સર્જી દીધો છે.
દેશમાં માત્ર 14 મહિનામાં રસીકરણનો આંક 181.56 કરોડ ડોઝને પાર પહોંચી ગયો છે.
આ સિદ્ધિ પર દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, દેશમાં દરેકના પ્રયાસોની શક્તિનું સાર્થક પરિણામ છે કે, આપણે આ સફળતા મેળવી શક્યાં.
તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, લોકોની ભાગીદારીની ભાવનાથી પ્રેરિત ભારતની રસીકરણ યાત્રા અસાધારણ રહી અને તે 'સબકા પ્રયાસ'નું સાર્થક ઉદાહરણ છે.
આ સમાચાર પણ વાંચો : શું ભારતમાં 18 વર્ષથી ઉપરની વયના તમામ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવશે? સરકાર આ નિર્ણય લેવા જઈ રહી છે.
