ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
4 જુન 2020
કોરોનાની ઝપેટમાં ટોચના મંત્રીથી લઈ સંત્રી સુધીના લોકો આવી ચૂક્યા છે. હવે સંરક્ષણ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીનો રીપોર્ટ કોરોના પોઝિટિવ જણાયા બાદ મંત્રાલય મા હડકંપ મચી ગયો છે , દિલ્હીના સાઉથ બ્લોક ખાતે આવેલા સંરક્ષણ મંત્રાલય માં ડીસઇન્ફેકશનનું કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. સાથે જ આ ઉચ્ચ અધિકારીના સંપર્કમાં આવેલા તમામ લોકો અંગે જાણકારી મેળવી લઈ તેઓને ક્વૉરંટીન કરાવવામાં આવી રહ્યા છે..
ઉલ્લેખનીય છે કે લોકડાઉન જાહેર કર્યાં ને આજે 71 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ સંક્રમિત લોકો ની સંખ્યામાં વધારો જણાઈ રહ્યો છે. શરૂઆતમાં બહુ ઓછા લોકો નું ટેસ્ટિંગ થતું હતું પરંતુ, હવે જેમ વધુને વધુ લોકો ના ટેસ્ટ થઈ રહ્યા છે તેમ-તેમ લોકોનો ઇલાજ જલ્દી કરવો સંભવ બન્યો છે..