News Continuous Bureau | Mumbai
રશિયાએ શરૂ થયેલ યુક્રેન પરના અતિક્રમણની આર્થિક અસરો ભારતીય ઈકોનોમી પર પડવાની શરૂ થઈ ગઈ છે. આ જ બાબતની સાબિતી આપતા આંકડા આરબીઆઈએ જાહેર કરેલ એક ડેટામાં જોવા મળી રહ્યાં છે.
ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 11 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 9.6 અબજ ડોલર ઘટીને 622.3 અબજ ડોલર થઈ ગયું છે. કોરોનાની શરૂઆત એટલે કે છેલ્લા બે વર્ષનો આ સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર આ ઘટાડો વિદેશી ચલણની અસ્કયામતોના ઘટાડાને કારણે થયો છે, જે કુલ અનામતનો નોંધપાત્ર ભાગ છે.
આ સમાચાર પણ વાંચો :
રૂપિયાના ઘસારાને અટકાવવા કરવામાં આવેલ હસ્તક્ષેપ અને વિદેશી રોકાણકારોની અવિરત વેચવાલીને પગલે દેશના હૂંડિયામણ અનામતમાં ઘટાડો નોંધાયો છે. અગાઉ 4 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 39.4 કરોડ ડોલર વધીને 631.92 અબજ ડોલર પર પહોંચી ગયો હતો. અગાઉ 3 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 642.453 અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચી ગયો હતો.