News Continuous Bureau | Mumbai
ભારતીયોનું સરેરાશ આયુષ્ય(life expectancy of Indians) 2015થી 2019ની સાલ દરમિયાન વધીને 69.7 વર્ષ થઈ ગયું છે. આ અગાઉ 2014-18ની સાલ દરમિયાન ભારતીયોનું સરેરાશ આયુષ્ય 69.4 વર્ષ હતું. આ ડેટા રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સીયસ કમિશનર(Registrar General and Census Commissioner) દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.
સમગ્ર દેશમાં સૌથી ઓછું આયુષ્ય સરેરાશ 65.3 વર્ષ છત્તીસગઢના લોકો ભોગવે છે. તો દેશમાં સૌથી વધુ આયુષ્ય દિલ્હીવાસીનું(Delhites) છે. અહીંના લોકો સરેરાશ 75.9 વર્ષ જીવે છે.
દેશમાં દિલ્હીમાં પુરુષોનું(Men) સરેરાશ આયુષ્ય સૌથી વધુ 74.3 વર્ષ છે તો મહિલાઓનું(Women) સરેરાશ આયુષ્ય 77.5 વર્ષનું છે. ત્યારબાદ કેરળમાં(kerala) સરેરાશ પુરુષો કરતા મહિલાઓનું આયુષ્ય સૌથી વધુ 78 વર્ષ છે.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ-ભારતમાં વધી ગઈ લોકોની ઉંમર- હવે આટલા વર્ષ વધુ જીવી રહ્યા છે લોકો- જાણો શું કહે છે આંકડા
ગ્રામીણ વિસ્તારના(Rural area) રહેવાસીઓનું સરેરાશ આયુષ્ય 68.3 વર્ષ અને શહેરી વિસ્તારના લોકોનું સરેરાશ આયુષ્ય 73 વર્ષનું છે. સેન્સીયસ કમિશન(Census Commission) દ્રારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ 2015-19ના વર્ષ માટે દેશના નાગરિકોનું સરેરાશ આયુષ્ય ગ્રામીણ વિસ્તારમાં 03 વર્ષ અને શહેરી વિસ્તારમાં 0.4 વર્ષ વધી ગયું છે.
રાષ્ટ્રીય સ્તરે પુરુષોનું સરેરાશ આયુષ્ય 68.4 વર્ષ અને મહિલાઓનું સરેરાશ આયુષ્ય 71.1 વર્ષ છે.
