ભારતના વિદેશમંત્રી જયશંકરની અમેરિકાને જોરદાર શાબ્દિક થપ્પડ. કહ્યું અમે રશિયા પાસે જેટલું તેલ મહિનામાં ખરીદીએ છીએ તેનાથી વધુ યુરોપ રોજ બપોરે ખરીદી છે. જાણો શું થયું દ્વીપક્ષીય “ઓઈલ” મિટિંગમાં.

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

યુક્રેન-રશિયા(Ukraine Russia war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પુષ્ઠભૂમિ પર રશિયા પર અનેક દેશોએ પ્રતિબંધ મૂક્યા છે. ત્યારે તાજેતરમાં અમેરિકા(United states of America)એ પણ ભારત(India)ને રશિયા પાસેથી વધારાનું તેલ(Oil) નહીં ખરીદવા માટે કહ્યું હતું. તેની સામે ભારતના વિદેશમંત્રી (Minister of External Affairs of India) એસ. જયશંકરે (S.Jaishankar)અમેરિકાને જબરદસ્ત જવાબ આપતા કહ્યું હતું કે અમે રશિયા પાસેથી જેટલું તેલ મહિનામાં ખરીદીએ છીએ, તેનાથી વધુ તેલ તો યુરોપ(Europe) રોજ બપોરના ખરીદી કરે છે.

હાલ વોશિંગ્ટનના સ્ટેટ ડિપાર્ટમેન્ટ ખાતે ભારત-યુએસ 2+2 મંત્રી સ્તરીય સંવાદ (2 + 2 ministerial level dialogue)ચાલી રહ્યો છે, જેમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની જે બ્લિંકને વૈશ્વિક બાબતોમાં તેને એક મોટી ક્ષણ ગણાવી હતી. સાથે જ ભારપૂર્વક જણાવ્યું કે ભારત સાથેની ભાગીદારી "વધુ પરિણામલક્ષી અને મહત્વપૂર્ણ રહેશે.આ દરિયાન  બ્લિંકને ભારતને વધારાનું રશિયન તેલ ન ખરીદવા વિનંતી કરી. તેમણે કહ્યું, "અમે દેશોને રશિયા પાસેથી વધારાની ઊર્જા પુરવઠો ન ખરીદવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. દરેક દેશ અલગ અલગ હોય છે. સ્થિત છે, વિવિધ જરૂરિયાતો, જરૂરિયાતો ધરાવે છે, પરંતુ અમે સાથી અને ભાગીદારોને તેમની રશિયન ઊર્જાની ખરીદીમાં વધારો ન કરવા માટે જોઈ રહ્યા છીએ."

આ સમાચાર પણ વાંચો :  મેક ઈન ઈન્ડિયા ઝીંદાબાદ, પહેલીવાર ભારતમાં મેડ ઈન ઈન્ડિયા વિમાન ઉડ્યું. મુખ્યમંત્રી સહિત કેન્દ્રીય નેતાઓ રહ્યાં હાજર. ભારત માટે ગર્વની વાત…

તેના જવાબમાં તુરંત, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જવાબ આપતા કહ્યું હતું કે ભારત એક મહિના જેટલી ખરીદી કરે છે એટલી તો યુરોપ એક બપોરના જ ખરીદી કરી નાખે છે. તેમના જવાબથી અમેરિકાની બોલતી બંધ થઈ ગઈ હોવાનું કહેવાય છે.

ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે "જો તમે રશિયા પાસેથી ઊર્જાની ખરીદી જોઈ રહ્યા છો, તો હું સૂચન કરીશ કે તમારું ધ્યાન યુરોપ પર કેન્દ્રિત કરવું જોઈએ. અમે કેટલીક ઊર્જા ખરીદીએ છીએ જે અમારી ઊર્જા સુરક્ષા માટે જરૂરી છે, પરંતુ મને આંકડાઓ જોતા શંકા છે, સંભવતઃ મહિના માટે અમારી કુલ ખરીદી યુરોપ એક બપોરના ખરીદી કરે છે તેના કરતાં ઓછી હશે. અલબત્ત, અમે દેશોને રશિયા પાસેથી વધારાનો ઉર્જા પુરવઠો ન ખરીદવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. દરેક દેશ અલગ-અલગ સ્થિત છે, તેની જરૂરિયાતો અલગ છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment