ભારતનો સૌથી પ્રભાવી આંતરિક સુરક્ષા ખતરો : નક્સલવાદ

by kalpana Verat
India's most potent internal security threat

  News Continuous Bureau | Mumbai

ભારતનો સૌથી પ્રભાવી આંતરિક સુરક્ષા ખતરો : નક્સલવાદ (ભાગ-૨)

બળવાખોરી અને આતંકવાદની સમસ્યાઓ આજે વૈશ્વિક ઘટના છે. આમાંના મોટાભાગની ચળવળો માઓ ત્સે-તુંગના ઉપદેશોથી ખૂબ પ્રભાવિત છે.ઓચિંતો હૂમલોએ નક્સલવાદીઓની મુખ્ય વ્યૂહરચનાછે.જે માઓવાદી વિચારધારાનોજ એક ભાગ છે.નકસલવાદી હિંસાને સમજવા માટે માઓવાદી વિચારધારાને જાણવી જરુરી છે.માઓનુ કહેવુ હતુ કે “શક્તિ બંદૂકની બેરલ-નાળથી વહે છે”.તેની વિચારધારના બીજા મુખ્ય અંશો છે.સંસદીય લોકશાહીમાં વિશ્વાસ નહી કરવો, લાંબાસામૂહિક સશસ્ત્ર સંઘર્ષ દ્વારા લોકશાહી રીતે સ્થાપિત સરકારને ઉથલાવીને રાજકીય સત્તા કબજે કરવી,ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં બેઝ બનાવવા જે આખરે ગેરીલા ઝોનમાં અને બાદમાં મુક્ત વિસ્તારોમાં પરિવર્તિત કરવા. નક્સલવાદીઓ આ વિચારધારાનુ સંપૂર્ણ પાલન કરતા આવી રહ્યા છે,અને એ વિચારધારની ગંભીરતા ને જોતા સાલ ૨૦૦૪થી ૨૦૧૪ ના શરુઆત ના સમયગાળા દરમિયાન  ભારતના તત્કાલિન વડા પ્રધાન ડૉ. મનહોમન સિંઘે ઘોષણા કરી હતી કે નક્સલવાદ એ “આપણા દેશ માટે અત્યાર સુધીનો સૌથી મોટો સુરક્ષા પડકાર” છે. નક્સલવાદીઓ એક સંગઠીત દળછે જે યોજનાબદ્ધ રીતે કાર્ય કરે છે જેના માટે  વ્યવસ્થિત માળખુ છે.ભારતમાં સૌથી મોટી અને સૌથી વધુ હિંસક માઓવાદી રચના છે,ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી). સીપીઆઇ(માઓવાદી) એ ઘણા ભાગલા વાદી જૂથોનુ એકીકરણ છે જે ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી-લેનિનવાદી), પીપલ વોરઅને માઓઇસ્ટ કમ્યુનિસ્ટ સેન્ટર ઓફ ઇન્ડિયા. જેવા બે સૌથી મોટા માઓવાદીઓના જૂથ માવિલીનીકરણમાં ૨૦૦૪ મા પરિણમ્યા હતા. 

સીપીઆઈ (માઓવાદી) અને તેના તમામ મોરચાસંગઠનોની રચનાને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, ૧૯૬૭ હેઠળની સંસ્થાની પ્રતિબંધિત આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં આવી છે.સીપીઆઈ (માઓવાદી)કેન્દ્રીય સ્તરે  પક્ષનું માળખું ધરાવે છે.જેમા સેન્ટ્રલ કમિટી (સીસી) પોલિટબ્યુરો (પીબી) અને સેન્ટ્રલ મિલિટરી કમિશન(સીએમસી).નો સમાવેશ થાય  છે.સેન્ટ્રલ ટેકનિકલ કમિટી (સીટીસી).પ્રાદેશિક આદેશો(RCs).સ્પેશિયલ એક્શન ટીમ્સ (હત્યાની ટુકડીઓ)મિલિટરી ઇન્ટેલિજન્સ (એમઆઈ).‘જંગ’નું પ્રકાશન અને સંપાદકીય મંડળ.સેન્ટ્રલ મિલિટરી ઇન્સ્ટ્રક્ટર ટીમ ( સીએમઆઈટી).કોમ્યુનિકેશન્સ.ટેક્ટિકલ કાઉન્ટર ઓફેન્સિવ કેમ્પેઈન (ટીસીઓસી).અનેપીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (પીએલજીએ) જેવાવિભાગો સેન્ટ્રલ મિલિટરી કમિશન -સીએમસીના સીધા આદેશ હેઠળ કાર્ય કરે છે.સીપીઆઈ (માઓવાદી) પાસે એક ગુપ્તચર સેટઅપ પણ છે જેને પીપલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી). ફ્રન્ટ સંસ્થાઓ ધરાવે છે.જે કાનૂની જવાબદારીથી બચવા માટે અલગ અસ્તિત્વનો દાવો કરે છે, આ મોરચાના સંગઠનો પક્ષ, ભરતી માટે પ્રચાર/અયોગ્ય માહિતી ફેલાવે છે, ભૂગર્ભ ચળવળ માટે ‘વ્યાવસાયિક ક્રાંતિકારીઓ’ની ભરતી કરે છે.બળવા માટે નાણાં ભંડોળ એકઠું કરે છે.કાનૂની બાબતોમાં કાર્યકર્તાઓને મદદ કરે છે અને ભૂગર્ભ કાર્યકર્તાઓને ઘરો અને આશ્રયસ્થાનો સલામતી પણ પૂરી પાડે છે.મોરચાના કાર્યકર્તાઓ માઓવાદી વિચારધારાની સહજ હિંસાને સંસ્થાઓમાં બૌદ્ધિક –આવરણ-વેનીયર પ્રદાન કરે છે.બીજા શબ્દો કહીએ હિંસાત્મક વિચારધારાને કાર્યકર્તા ઓમા મજબૂત બનાવે છે. ભારતના ૨૦ રાજ્યોમાં આ મોરચાના સંગઠનો અસ્તિત્વમાં છે તેવુ માનવા મા આવે છે.માઓવાદીઓ-નક્સલવાદીઓ માઓવાદીઓ વિવિધ કારણોસર નાગરિકોની હત્યા કરે છે. સૌ પ્રથમ, તેઓ એવા નાગરિકોને મારી નાખે છે જેઓ તેમના વર્ચસ્વ હેઠળના વિસ્તારોમાં તેમની વિચારધારાને માનતા નથી કે તેને ટેકો આપતા નથી. 

આ સમાચાર પણ વાંચો: રેલવે વિભાગની ઝુંબેશ: ટિકિટ વગરના પેસેન્જર પાસેથી અધધ આટલા કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરી..

સામાન્ય રીતે ‘પોલીસ બાતમીદારો’ તરીકે  તેમને ઓળખવામાં આવે છે.ખાસ કરીનેતેઓ ગ્રામીણ વિસ્તારોમાં સત્તા અને શાસનમા શૂન્યાવકાશ ઉભો કરવા લોકોને મારી નાખે છે જેથી તેમની જગ્યા તેમના ટેકેદારો થી ભરી શકાય. માઓવાદીઓ મુખ્ય પ્રવાહના વાતાવરણમાંથીવસ્તીને દૂર રાખી પોતાનો અંકુશ ધરાવવા માંગે છે.શાળાઓ પર હુમલો થાય છે કારણ કે શિક્ષણએસ્થાનિક વસ્તીમાં પૂછપરછની ભાવનાને પ્રોત્સાહન આપે છે અને કુશળતા ધરાવતા બાળકોને આજીવિકાના વૈકલ્પિક સ્ત્રોતો માટે સજ્જ પણ કરે છે. આ વિકાસને માઓવાદીઓ દ્વારા તેમના અસ્તિત્વ માટે તેમની જૂની વિચારધારામાટે સંભવિત જોખમો તરીકે જોવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારની વસ્તીને ભારતના  મુખ્ય પ્રવાહથીઅલગ રાખવા રસ્તાઓ  અને ટેલિકોમ નેટવર્ક જેવી માળખાકીય સુવિધાઓનો પણ નાશ કરે છે.છત્તીસગઢ અને ઝારખંડ જેવા રાજ્યોમાં  સીપીઆઈમાઓવાદીઓ પાસે મોટી સંખ્યામાં મહિલા કેડર છે.નક્સલીઓએ નાના બાળકોનો સમાવેશ કરીને ‘બાલ દસ્તા’ની રચના કરી. જેની પાછળનોવિચાર બ્રેઈન-વોશ કરવાનો છે અને નાના બાળકોને માઓવાદી વિચારધારા તરફ પ્રેરિત કરવાનો છે. નક્સલવાદીઓ હાલ તેમની કાર્યવાહીમાં  અધતન તકનિક-ટેક્નોલોજી, વ્યૂહરચનાના ઉપયોગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેમના દ્વારા અત્યંત અત્યાધુનિક વીએચએફ સેટનો ઉપયોગ સામેલ છે,આ સેટ માત્ર ટ્રાન્સરીસીવર્સ જ નથી, પણ સ્કેનર્સ પણ છે, જેમાં સ્ક્રેમ્બલર સુવિધા પણ છે.તાજેતરમા પકડાયેલા-શરણે આવેલા નક્સલીઓની પૂછપરછ દરમ્યાન તેમણે પોતાના એફ એમ રેડિયો સ્ટેશનો અને તેમના પોતાના સંચાર આધારના બેઝ તૈયાર કરવાની યોજનાનો ખુલાઓ કર્યો હતો.નક્સલવાદીઓ અત્યાધુનિક સંચાર સાધનો,લેપટોપ્સ, ડેટા કાર્ડ્સ પીડીએનો ઉપયોગ સહજતાથી કરી રહ્યા છે.સ્ટેગનોગ્રાફી, પીજીપી જેવા એન્ક્રિપ્ટેડ ડેટાના ટ્રાન્સમિશન માટે ઇન્ટરનેટનો વ્યાપક ઉપયોગ તેમના દ્વારા કરાઈ રહ્યો છે.સેટેલાઇટ ફોન, મોબાઇલ ફોનનો ઉપયોગ મોટા પાયાએ નકસલવાદીઓ કરી રહ્યા છે.તેઓએ માઇનસ-સુરંગ સંરક્ષિત વાહનોની અસરકારકતાનો અભ્યાસ કર્યો છે અને તેની ખામીઓને પોતાના સામાયિક જંગમાં સૂચિબદ્ધ કરી છે. ક્રૂડ રોકેટ, પ્રેશર એક્ટિવેટેડ માઈન્સ, વાયરલેસ એક્ટિવેટેડ માઈન્સ, બૂબી ટ્રેપ્સ વગેરેનો ઉપયોગ વધી રહ્યો છે.ભારતમા માઓવાદી-નકસલવાદી ચળવળ દાયકાઓથી ચાલતી આવી રહીછે. આ ચળવળને કાર્યરત રાખવા નાણાકીય ભંડોળની ની જરુરત સતત પડતી રહેછે. એવા ઘણા ઓછા પુરાવાછે કે આ ચળવળને સતત બાહીય ભંડોળ પ્રાપ્ત થાય છે. સીપીઆઇ-માઓવાદીઓનું ભંડોળ સ્તોત્ર સભ્યપદ ફી અને ડોનેશન-યોગદાન, ગેરવસૂલી અને સંપત્તિની જપ્તી અને દુશ્મનની આવક અને ‘ક્રાંતિકારી કર’માંથી આવે છે. આ ભંડોળનો હેતુ યુદ્ધ ખર્ચ,પ્રચાર તથા લોકો એમ ત્રણ મુખ્ય આર્થિક જરૂરીયાતો સંતોષવાનો છે.નકસલવાદીઓએ એક વિસ્તૃત કડક કર પ્રણાલી સ્થાપિત કરી છે.જો  નકસલવાદી ઓની માંગણી પુરીન કરવામા આવે તો તેમની મિલકતને બાળી નાંખવામાં આવે છે. અને કટલીક વાર તેમણે જાનથી હાથ ધોવા પેડે છે. એવા પુરાવાઓપણ છે કે નકસાલવાદીઓ પોતાના પ્રભાવ હેઠળના વિસ્તારમા સ્થાપિત કોર્પોરેશનો પાસેથી પ્રોટેકસન મની ઉઘરાવે છે.તાજેતરમાં, નક્સલવાદીઓને સંગઠિત અપરાધ સાથે જોડતા કેટલાક અહેવાલો પણ બહાર આવ્યા છે. બળવાખોરોએ ભારતની વધતી જતી બળવાખોરી વિરુદ્ધની કાર્ય વાહીથી તેમની પ્રવૃત્તિઓને ટકાવી રાખવા માટે, વધુ ઊંડા સંગઠિત ગુનાખોરી નેટવર્ક્સ તરફ પોતાને વિકસિત અને લક્ષીત બનાવ્યા છે.સાલ ૨૦૧૮ માં, ભારતીય પોલીસે નક્સલ વિસ્તારોમાંથી ૭૦૦ મિલિયન રૂપિયા (અંદાજે ૮.૮ મિલિયન યુરો) ની સમકક્ષ ક્રૂડ હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો હતો. અધિકારીઓએ અનુમાન લગાવ્યું હતું કે અફઘાન-પાકિસ્તાન હેરફેરના માર્ગે ક્રોસ બોર્ડર ડ્રગ કાર્ટેલના ક્રેકડાઉનને પગલે, નક્સલવાદીઓએ ડ્રગ હેરફેર નેટવર્કમાં ભળી જવાની તક ઝડપી લીધી હતી.અફીણના વેપાર સિવાય, એવી શંકા છે કે નક્સલવાદીઓ ઓરિસ્સામાંથી કેનાબીસની લણણી અને હેરફેર કરીને પણ નફો મેળવી રહયા છે.

 કેનાબીસ એ દક્ષિણ એશિયામાં સૌથી વધુ હ્યા છે ઉપયોગમાં લેવાતી દવાઓમાંનીએક છે.સાલ ૨૦૧૭માં ભારત સરકારે ૩૫૨ ટન કેનાબીસની હેરફેર જપ્ત કરી હતી.નકસલવાદીઓને ચળવળ લંબાવવા ભારતના આંતરિક તથા બાહ્ય તત્વોનો ટેકો તથા સહાય પ્રાપ્ત થઈ હતીને થઈ રહી છે.એવુ માનવા મા આવી રહ્યુ છે કે પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા ઇન્ટર સર્વિસ ઈન્ટેલીજન્સ-આઈએસઆઈ તથા તેનુ પીઠબળ ધરાવતું આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઇબા સાથે સાંઠગાંઠ ધરાવેછે.સાલ ૨૦૦૮મા ૫૦૦ માઓવાદીઓએ આઈએસઆઈ સાથે સંબંધ ધરાવતા પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા સાથે કથિત રીતે તાલીમ લીધી હતી.એવુ પણ કહેવાતું હતુ કે ૨૦૦૦ના દાયકાના મધ્યમાં, માઓવાદીઓને લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (એલટીટીઈ ) તરફથી લોજિસ્ટિકલ સપોર્ટ અને તાલીમ મળી હતી.જ્ઞાનનું આ સ્થાનાંતરણ ભારત સરકાર માટે ચિંતાનું કારણ હતું, કારણ કે એલટીટીઈ વિસ્ફોટકો અને આત્મઘાતી બોમ્બ ધડાકામાં તેમની કુશળતા માટે કુખ્યાત હતી. માઓવાદીઓ દ્વારા આઈઈડી, લેન્ડમાઈન અને બોમ્બનો ઉપયોગ વારંવાર થતો હોવાથી, એવી શંકા છે કે એલટીટીઈ-માઓવાદી ગઠબંધન અમુક સમયે સ્થાપિત થયું હતું, જ્યાં નક્સલવાદીઓથી સુરક્ષિત આશ્રયસ્થાન માટે શસ્ત્રોમાં એલટીટીઈની કુશળતાની આપ-લે કરવામાં આવી હતી. એવું પણ માનવામાં આવે છે કે ભારતમાં માઓવાદીઓ-નક્સલવાદીઓ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-માઓવાદીઓ સાથે જોડાયેલા હતા.નક્સલવાદીઓ મુખ્યત્વે પોલીસ ચોકીઓ પરના દરોડા, તેમના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં કાર્યરત વ્યવસાયોમાંથી ચોરી, સ્થાનિક કામચલાઉ શસ્ત્ર ફેક્ટરીઓ અને ભારત અને/અથવા પડોશી દેશોમાં કાર્યરત બાહ્ય આતંકવાદી જૂથો પાસેથી વિદેશી શસ્ત્રો ખરીદવા દ્વારા તેમના શસ્ત્રોનો સ્ટોક જાળવી રાખે છે. આ છેલ્લો મુદ્દો ભારત સરકાર માટે ગંભીર ચિંતાનો વિષય છે, કારણ કે માઓવાદીઓએ કથિત રૂપે આસામ અને જમ્મુ અને કાશ્મીરમાં કેન્દ્રીય ભારત સરકારને ઉથલાવી પાડવાના ધ્યેયને સિદ્ધ કરવા માટે તેમના સાથીઓનું સમર્થન માંગતા આવ્યા છે.વધુમાં, અન્ય વિદ્રોહી જૂથો સાથે જોડાણ, તેમજ પાકિસ્તાની આઈએસઆઈ ની સંડોવણી, આ જૂથો માટે  મિડલમેનની ભૂમિકા નિભાવતા હોવાને કારણે, ભારતને સુરક્ષા જોખમનો સામનો કરવો પડી શકે છે જે રેડ કોરિડોરની બહાર વિસ્તરે છે. નકસલવાદે પુષ્કળ જાન-માલનુ નુકસાન કર્યુ છે. પણ કેન્દ્ર અને  નક્સલવાદ નો સામનો કરી રહેલા રાજ્યોની જણાતી અસરકારક નીતિ ઓને કારણએ માઓવાદી વિચારધારા તેની આકર્ષણતા ગુમાવી રહી છે.પરંતુ નક્સલીહિંસાનો નો અંત નજીકમા જણાતો નથી.નિર્દોષ નાગરિકો નક્સલવાદી વિદ્રોહમાં સૌથી વધુ કિંમત ચૂકવી ચૂક્યા છે અને ચૂકવી રહ્યા છે.કોઈપણ રીતે નક્સલવાદ નામના ભોરિંગને નાથવો અનિવાર્ય બની ચૂક્યો છે કારણકે નક્સલવાદ આજે ભારતનો સૌથી પ્રભાવી આંતરિક સુરક્ષા ખતરો બની રહ્યો છે.

Mr. Mitin Sheth

Mr. Mitin Sheth

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

[mailpoet_form id=”1″]

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More