ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
ઓમિક્રોન અને કોરોના મહામારીએ વિશ્વભરમાં માથું ઉંચક્યું છે ત્યારે ભારતમાં પણ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. ઓમિક્રોન વેરિઅન્ટ ભારતમાં ૧૧ રાજ્યોમાં આવ્યો છે ત્યારે દેશમાં 115 કેસ આવતાં હડકંપ મચ્યો છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના આઠ, દિલ્હીમાં ૧૨, કેરળ, તેલંગાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ૨-૨ કેસ નોંધાયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કુલ ૪૦, દિલ્હીમાં ૨૨, રાજસ્થાનમાં ૧૭, કર્ણાટકમાં ૮, તેલંગાણામાં ૮, ગુજરાતમાં ૭, કેરળમાં ૭, ઉત્તર પ્રદેશમાં ૨, આંધ્ર પ્રદેશ, ચંડીગઢ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ૧-૧ કેસ નોંધાયા છે.
ભારતમાં ઓમિક્રોનના કેસ વધતાં કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે ઓમિક્રોનના કેસ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં પણ વધુ ઝડપે વધી શકે છે. દેશવાસીઓએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. નહીં તો ભારતમાં પણ યુરોપ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.