Site icon

શું તમે ભારતીય ચીની વિશે કદી કંઈ સાંભળ્યું છે? જાણો એવી ચીની પ્રજા વિશે જે મહાકાળીના ભક્તો છે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

કોલકોતા

Join Our WhatsApp Community

10 જુલાઈ 2020

જય માં કાળી' શબ્દો કાને પડે એટલે કોલકોતા નજર સામે તરવરી ઊઠે છે પરંતુ જો તમે આ શબ્દ કોલકોતામાં કોઈ ચીની વ્યક્તિના મોઢે સાંભળો તો નવાઈ નહીં પામતા. કોલકાતાના ચાઇના ટાઉન તરીકે જાણીતા વિસ્તારમાં 'ચાઈનીઝ ટેમ્પલ' માં સવાર-સાંજ મોટી સંખ્યામાં લોકો મહાકાળીની આરતી પૂજા અર્ચના કરતા જોવા મળે છે. 

 હકીકતમાં એક જમાનામાં મોટી સંખ્યામાં  આ લોકો સ્થળાંતર કરીને કોલકત્તા આવીને વસી ગયા હતા. આજે આ લોકોની ત્રિજી ચોથી પેઢી ભારતમાં વસવાટ કરી રહી છે. કાળક્રમે તેઓની સંખ્યા ઘટતી ગઈ અને આજે બહુ ઓછી સંખ્યામાં ચીની પરિવારો કલકત્તામાં રહી ગયા છે. અગાઉ આ ચીનાઓ સામાન્ય રીતે બૌદ્ધ ધર્મ પાળતા હતા પરંતુ કાળક્રમે કોલકાતાની સંસ્કૃતિમાં રંગાઈ ગયેલા ચીનાઓ હવે કાળી માતા ની પૂજા કરવા લાગ્યા છે. આ ચાઇનીઝ લોકો કાળીમાતામાં અપાર શ્રદ્ધા ધરાવે છે અને મંદીરની જાળવણી કરવી, પૂજા અર્ચના કરવા સહિતના તમામ કામો ચાઇના ટાઉનમાં રહેતા લોકો જ કરી રહ્યા છે. મજાકમાં ક્યારેક આ લોકો પોતાને ચાઈનીઝ હિન્દુ તરીકે ઓળખાવતા હોય છે. સૌથી રોમાંચક વાત એ છે કે ચાઈનીઝ હિન્દુઓ મંદિરમાં આવતાં ભક્તોને પ્રસાદમાં નુડલ્સ આપે છે. બંગાળી કલ્ચરલમાં રંગાઈ ગયેલા આ ચીનાઓ તો સૌ સાથે હળીમળીને ત્રણ ચાર પેઢીથી રહી રહ્યા છે. ભલે દેશમાં ચીન વિરોધી રોષ ભભૂકી રહ્યો હોય પરંતુ અહીં રહેતા લોકો 'હિન્દી-ચીની ભાઈ-ભાઈ' નું સૂત્ર સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Zdla3G  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Adi Karmyogi Abhiyan: મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચાર સાથે તા.ર જી ઓક્ટોબરે ગુજરાતના ૧૫ જિલ્લાના ૪,૨૪૫ આદિવાસી ગામોમાં એક સાથે “મહા ગ્રામસભા” યોજાશે
DA Hike: શું કેન્દ્રીય કર્મચારીઓને આજે સરકાર આપશે દિવાળી ભેટ? ડીએ (DA) વધારા પર થઈ શકે છે નિર્ણય
RSS: આરએસએસના શતાબ્દી સમારોહમાં સામેલ થયા પીએમ મોદી, સ્મારક ટપાલ ટિકિટ સાથે જારી કરી આ વસ્તુ
Western Railway: પશ્ચિમ રેલ્વે મુસાફરોની સુવિધા માટે અપીલ કરે છે
Exit mobile version