ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
કોલકોતા
10 જુલાઈ 2020
જય માં કાળી' શબ્દો કાને પડે એટલે કોલકોતા નજર સામે તરવરી ઊઠે છે પરંતુ જો તમે આ શબ્દ કોલકોતામાં કોઈ ચીની વ્યક્તિના મોઢે સાંભળો તો નવાઈ નહીં પામતા. કોલકાતાના ચાઇના ટાઉન તરીકે જાણીતા વિસ્તારમાં 'ચાઈનીઝ ટેમ્પલ' માં સવાર-સાંજ મોટી સંખ્યામાં લોકો મહાકાળીની આરતી પૂજા અર્ચના કરતા જોવા મળે છે.
હકીકતમાં એક જમાનામાં મોટી સંખ્યામાં આ લોકો સ્થળાંતર કરીને કોલકત્તા આવીને વસી ગયા હતા. આજે આ લોકોની ત્રિજી ચોથી પેઢી ભારતમાં વસવાટ કરી રહી છે. કાળક્રમે તેઓની સંખ્યા ઘટતી ગઈ અને આજે બહુ ઓછી સંખ્યામાં ચીની પરિવારો કલકત્તામાં રહી ગયા છે. અગાઉ આ ચીનાઓ સામાન્ય રીતે બૌદ્ધ ધર્મ પાળતા હતા પરંતુ કાળક્રમે કોલકાતાની સંસ્કૃતિમાં રંગાઈ ગયેલા ચીનાઓ હવે કાળી માતા ની પૂજા કરવા લાગ્યા છે. આ ચાઇનીઝ લોકો કાળીમાતામાં અપાર શ્રદ્ધા ધરાવે છે અને મંદીરની જાળવણી કરવી, પૂજા અર્ચના કરવા સહિતના તમામ કામો ચાઇના ટાઉનમાં રહેતા લોકો જ કરી રહ્યા છે. મજાકમાં ક્યારેક આ લોકો પોતાને ચાઈનીઝ હિન્દુ તરીકે ઓળખાવતા હોય છે. સૌથી રોમાંચક વાત એ છે કે ચાઈનીઝ હિન્દુઓ મંદિરમાં આવતાં ભક્તોને પ્રસાદમાં નુડલ્સ આપે છે. બંગાળી કલ્ચરલમાં રંગાઈ ગયેલા આ ચીનાઓ તો સૌ સાથે હળીમળીને ત્રણ ચાર પેઢીથી રહી રહ્યા છે. ભલે દેશમાં ચીન વિરોધી રોષ ભભૂકી રહ્યો હોય પરંતુ અહીં રહેતા લોકો 'હિન્દી-ચીની ભાઈ-ભાઈ' નું સૂત્ર સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com