બ્રિટન બાદ હવે ભારતમાં પણ દેશમાં કોરોના વાયરસના યૂકે સ્ટ્રેન ઝડપથી ફેલાઇ રહ્યો છે.
દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કુલ દર્દીઓની સંખ્યા વધીને 73 પર પહોંચી ગઈ છે.
મંગળવાર સુધી દેશમાં 58 કેસ હતા.
કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કેસ 8 નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ, 20 સીએસઆઈઆર ઇન્સ્ટીટ્યુટ ઓફ જેનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી અને 11 નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો બેંગલુરુમાંથી મળી આવ્યા છે.