ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 ઓગસ્ટ, 2021
મંગળવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ઓલંપિક ખેલાડીઓને વિષેશ રૂપે આમંત્રણ આપ્યું છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, ભારતના તમામ ખેલાડીઓને 15 ઓગસ્ટે લાલ કિલ્લા ઉપર કરાતા ધ્વજવંદનના કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે આમંત્ર્યા છે.
લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યા બાદ, ઓલિમ્પિકમાં ભાગ લેવા ટોક્યો ગયેલા તમામ ભારતીય ખેલાડીઓને વ્યક્તિગત મુલાકાત કરીને તેમની સાથે વાતચીત કરશે.
ઉલ્લેખનીય છે કે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત તરફથી અત્યાર સુધી પ્રદર્શન મધ્યમ રહ્યું છે. 11 દિવસની રમતોમાં અત્યાર સુધીમાં બે એવોર્ડ મેળવ્યા છે. જેમાં પહેલો રજત ચંદ્રક વેઈટ લિફ્ટર મીરાબાઈ ચાનુએ મેળવ્યો છે. તો બીજો બ્રોન્ઝ મેડલ બેડમિન્ટનમાં પી વી સિંધુએ મેળવ્યો છે.
