News Continuous Bureau | Mumbai
Indigo Flight : મુંબઈથી ગુવાહાટી જતી ઈન્ડિગોની ફ્લાઈટને ગાઢ ધુમ્મસ ( fog ) અને ગંભીર ઠંડીને કારણે આજે (13 જાન્યુઆરી) બાંગ્લાદેશની ( Bangladesh ) રાજધાની ઢાકામાં ઈમરજન્સી લેન્ડિંગ ( Emergency landing ) કરવાની ફરજ પડી હતી. તેનું કારણ એ હતું કે ગુવાહાટી એરપોર્ટ પર ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ ગઈ હતી. જેના કારણે આસામના ગુવાહાટી એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થઈ શકી ન હતી. બાદમાં ફ્લાઇટને આસામ શહેરથી 400 કિલોમીટરથી વધુ દૂર ઢાકા તરફ વાળવામાં આવી હતી.
IndiGo flight 6E 5319 from Mumbai to Guwahati was diverted to Dhaka, Bangladesh due to bad weather in Assam’s Guwahati. Due to operational reasons, an alternate set of crew is being arranged to operate the flight from Dhaka to Guwahati. The passengers were kept informed of… pic.twitter.com/vfm55poNCv
— ANI (@ANI) January 13, 2024
ઢાકાથી ગુવાહાટી સુધી ફ્લાઇટ ઓપરેટ કરવા માટે બીજા ક્રૂ મેમ્બર્સની વ્યવસ્થા કરાઈ રહી છે…
એક અહેવાલ મુજબ, મુંબઈ યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સૂરજ સિંહ ઠાકુર, જેઓ ઈમ્ફાલમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લેવા જઈ રહ્યા હતા, તે પણ તે ફ્લાઈટમાં હાજર હતા. તેણે એક્સ (અગાઉ ટ્વિટર) પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તે મુંબઈથી ગુવાહાટીની ફ્લાઈટમાં હતો, પરંતુ ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી.
I took @IndiGo6E flight 6E 5319 from Mumbai to Guwahati. But due to dense fog, the flight couldn’t land in Guwahati. Instead, it landed in Dhaka. Now all the passengers are in Bangladesh without their passports, we are inside the plane.✈️
— Suraj Singh Thakur (@SurajThakurINC) January 13, 2024
આ સમાચાર પણ વાંચો : Prabha Atre : એક નહીં પણ 3 પદ્મ પુરસ્કાર જીતનાર આ શાસ્ત્રીય ગાયિકાનું નિધન, સંગીત ઉદ્યોગમાં શોકની લહેર…
આ અંગે ઈન્ડિગો એરલાઈન્સનું નિવેદન પણ આવ્યું છે. ઇન્ડિગોએ જણાવ્યું હતું કે, “ગુવાહાટી, આસામ ખાતે પ્રતિકૂળ હવામાનને કારણે, મુંબઇથી ગુવાહાટી ( Mumbai to Guwahati ) જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 5319ને ઢાકા, બાંગ્લાદેશમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. ( Dhaka ) ઢાકાથી ગુવાહાટી ( Guwahati Airport ) સુધી ફ્લાઇટ ઓપરેટ કરવા માટે બીજા ક્રૂ મેમ્બર્સની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુસાફરોને આગળના અપડેટ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યું છે અને ફ્લાઈટમાં સવારમાં જ મુસાફરોને નાસ્તો પણ આપવામાં આવ્યો છે.”