ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022
શનિવાર
દેશના ટોચના ઉદ્યોગપતિ અને બજાજ સમૂહના મોભી રાહુલ બજાજનું 83 વર્ષની વયે નિધન થયું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ઉદ્યોગપતિનું લાંબી માંદગી બાદ નિધન થયું છે.
છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ કેન્સર સામે લડી રહ્યાં હતા.
50 વર્ષથી વધુ સમય સુધી તેઓ બજાજ સમૂહના ચેરપર્સન રહી ચૂક્યાં છે.
ઉદ્યોગજગતની સાથે તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યાં છે.
2001માં તેમને પદ્મ ભૂષણનું સન્માન મળ્યું હતું.