Inland Waterway Terminal: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના જોગીઘોપા ખાતે બ્રહ્મપુત્ર (રાષ્ટ્રીય વોટરવે-2) પર ઇનલેન્ડ વોટરવેઝ ટ્રાન્સપોર્ટ (IWT) ટર્મિનલના ઉદ્ઘાટનની પ્રશંસા કરી.
કેન્દ્રીય બંદરો, શિપિંગ અને વોટરવેઝ અને આયુષ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે, ભૂટાનના નાણા મંત્રી, મહામહિમ લ્યોન્પો નામગ્યાલ દોરજી સાથે, આસામના જોગીઘોપા ખાતે ઇનલેન્ડ વોટરવેઝ ટ્રાન્સપોર્ટ (IWT) ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક સાથે જોડાયેલ અને જોગીઘોપામાં વ્યૂહાત્મક રીતે સ્થિત આ અત્યાધુનિક ટર્મિનલ ભૂટાન અને બાંગ્લાદેશ માટે આંતરરાષ્ટ્રીય બંદર બનશે જ્યારે આસામ અને ઉત્તર પૂર્વમાં લોજિસ્ટિક્સ અને કાર્ગો હિલચાલને વધારશે.
કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલના X પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું;
“પ્રગતિ અને સમૃદ્ધિ માટે આંતરદેશીય જળમાર્ગોને પ્રોત્સાહન આપવા તેમજ માળખાગત સુવિધાઓમાં સુધારો કરવાના અમારા પ્રયાસમાં એક નોંધપાત્ર ઉમેરો.”
A noteworthy addition in our quest for improving infrastructure as well as encouraging inland waterways for progress and prosperity. https://t.co/2heHuWxagw
— Narendra Modi (@narendramodi) February 18, 2025
આ સમાચાર પણ વાંચો: Tesla India: એલોન મસ્કનું સપનું થશે પૂરું. ભારતમાં થશે TESLAની એન્ટ્રી; આ બે શહેરોમાં ખુલશે શૉરૂમ..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed