ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર.
મેડિક્લેમ પોલિસી અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે એક વાર પોલિસી કાઢ્યા બાદ વીમા કંપની વર્તમાન તબીબી સ્થિતિનું કારણ આપીને ક્લેઈમ આપવાથી ઇનકાર ન કરી શકે.
જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ બી.વી. નાગરથનાની ખંડપીઠે જણાવ્યું હતું કે, પોલિસી લેનાર વ્યક્તિની ફરજ છે કે, તે પોલિસી કંપની સમક્ષ તેની શ્રેષ્ઠ જાણકારી મુજબ તમામ હકીકતો જાહેર કરે. એવું માનવામાં આવે છે કે, પોલિસી લેનાર વ્યક્તિ સૂચિત પોલિસીને લગતી તમામ હકીકતો અને સંજોગો જાણે છે. જો કે પોલિસી લેનાર વ્યક્તિ એ જ વસ્તુ જાહેર કરી શકે છે જે તે જાણે છે પરંતુ તથ્યોને ઉજાગર કરવાની તેની જવાબદારી વાસ્તવિક જાણકારી સુધી મર્યાદિત નથી પરંતુ તેમાં એ તથ્યોને ઉજાગર કરવા પણ સામેલ છે જે તેને સામાન્ય રીતે ખબર હોવી જોઈએ
ઓમિક્રોનના વધતાં કેસ વચ્ચે આજે PM મોદીએ બોલાવી મહત્વની બેઠક, આ રહેશે ચર્ચાનો મુદ્દો; જાણો વિગતે
. પીઠે કહ્યું કે એક વખત જ્યારે વીમાધારક વ્યક્તિની મેડિકલ સ્થિતિનું આકલન કર્યા બાદ પોલિસી આપી દેવામાં આવે છે તો વીમા કંપની વર્તમાન તબીબી સ્થિતિનો હવાલો આપીને ક્લેમ ફગાવી ન શકે, જેને વીમાધારક વ્યક્તિએ પ્રસ્તાવ ફોર્મમાં ઉજાગર કર્યું હતું, અને જેના કારણે તે ખતરાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. જેના સંદર્ભમાં જ તે વ્યક્તિએ ક્લેઈમ કર્યો છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે તાજેતરના ચુકાદામાં જણાવ્યું હતું કે, એકવાર વીમાધારકની તમામ મેડિકલ કંડીશનની તપાસ પૂરી થઇ જાય અને વીમા કંપની દ્વારા પોલીસી ઇસ્યુ થઇ જાય ત્યારબાદ વીમાદાતા કંપની તેની હાલની તબીબી સ્થિતિને કારણે દાવો નકારી શકે નહીં, જે વીમો લેનાર વ્યક્તિએ ફોરમમાં જણાવ્યું જ હતું.
સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગ (NCDRC) ના નિર્ણયને પડકારતી એક અરજીકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી હતી, જેમાં તેમણે અમેરિકામાં થયેલા તબીબી ખર્ચાઓ માટે દાવો કરવા માટેની અરજીને ફગાવી દીધી હતી. અરજીકર્તાએ વિદેશમાં મેડિક્લેમ બિઝનેસ અને હોલિડે પોલિસી ખરીદી હતી, કારણ કે તે યુએસ જવાની યોજના બનાવી રહ્યા હતા. સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર પહોંચતા જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી અને ત્રણ સ્ટેન્ટ નાખવામાં આવ્યા. બાદમાં તેમણે સારવારના ખર્ચ માટે વીમા કંપનીને દાવો રજૂ કર્યો હતો જેને કંપની દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે અપીલકર્તાને હાઈપરલિપિડેમિયા અને ડાયાબિટીસ હતો જે વીમાની ખરીદી વખતે જાહેર કરવામાં આવ્યો ન હતો.
NCDRCનું કહેવું છે કે, મેડિક્લેમ પોલિસી ખરીદતી વખતે, તે જાહેર કરવામાં આવ્યું ન હતું કે, ફરિયાદી સ્ટેટિન દવાઓ લે છે, તેથી તેણે તેની સંપૂર્ણ સ્વાસ્થ્ય સ્થિતિ જાહેર કરવાની જવાબદારી પૂરી કરી નથી. જ્યારે સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની માટે પોલિસીને નકારી કાઢવી ગેરકાયદેસર છે. મેડિક્લેમ પોલિસી ખરીદવાનો ઉદ્દેશ્ય બીમારી અથવા એવી કોઈ બીમારીથી થનારા ખર્ચની ભરપાઈ કરવાનો છે જેની કોઈ સંભાવના નથી અને જે વિદેશમાં પણ થઈ શકે છે. ખંડપીઠે કહ્યું, "જો વીમાધારક અચાનક બીમારીથી પીડાય છે જેને પોલિસી હેઠળ સ્પષ્ટપણે બાકાત નથી, તો તે વીમાદાતાની ફરજ બને છે કે તે અપીલકર્તાને ખર્ચની ભરપાઈ કરે.