ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર.
એક તરફ સરકાર વિદેશી કંપનીઓને દેશમાં લાલ જાજમ પાથરીને આંમત્રી રહી છે. ત્યારે બીજી તરફ ચોંકવાનારી વિગત બહાર આવી છે, તે મુજબ છેલ્લા સાત વર્ષોમાં 2,783 વિદેશી કંપનીઓએ ભારતથી પોતાના પોટલા બિસ્તરા બાંધીને જતી રહી છે. આ કંપનીઓએ ભારતમાં પોતાનો કારોબાર સમેટી લીધો છે, તેની માહિતી ખુદ કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે સંસદમાં આપી છે.
સંસદમાં આપેલી માહિતી મુજબ 2,783 કંપનીઓ પોતાના વ્યવસાય ભારતમાં બંધ કરી દીધા છે, જેમાં કંપનીઓની બ્રાન્ચ ઓફિસ, પ્રોજેક્ટ ઓફિસ તેમ જ સબસીડરી ઓફિસ તરીકે રજિસ્ટર થયેલી કંપનીઓનો સમાવેશ થાય છે. ભારતમાં કંપનીઓ બંધ થવા પાછળ અનેક કારણો માનવામાં આવે છે.
કોણ બનશે નવા સીડીએસ? આ નામ ચર્ચા માં.
પિયુષ ગોયલે આપેલી માહિતી મુજબ છેલ્લા સાત વર્ષમાં 10,756 વિદેશી કંપનીઓ દેશમાં પોતાનો બિઝનેસ ચાલુ કર્યો હતો. નવી કંપનીઓના રજીસ્ટ્રેશન બાદ ભારતમાં વ્યવસાય કરનારી કુલ એક્ટિવ વિદેશી કંપનીઓની સંખ્યા 12,458 છે. ભારતમાં બિઝનેસ કરી રહેલી કંપનીઓની સંખ્યા 30 નવેમ્બર 2021 સુધીની છે.
ભારત ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસ રેકિંગમાં પણ બહુ પાછળ કહેવાય એમ 63માં સ્થાને છે. ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસમાં 190 દેશ જોડાયેલા છે.