News Continuous Bureau | Mumbai
International Women’s Day: મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી માટે દર વર્ષે 8મી માર્ચનાં રોજ વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ( IWD ) ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ મહિલા સશક્તિકરણના ( women empowerment ) માર્ગમાં આવતા વિવિધ મુદ્દાઓ અને લિંગ સમાનતા ( Gender equality ) હાંસલ કરવા માટે જરૂરી નીતિગત પગલાં પર વિચાર કરવાની તક પૂરી પાડે છે.
વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના કાર્યક્રમોના ભાગ રૂપે 8 માર્ચ, 2024ના રોજ બપોરે 3 વાગ્યે “નાગરિક સેવામાં મહિલાઓ” ( Civil Service Women ) થીમ પર વર્ચ્યુઅલ રાઉન્ડ-ટેબલ વેબિનારનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં તમામ મંત્રાલયો/વિભાગો, રાજ્યના એઆર વિભાગો અને જિલ્લા કલેક્ટરોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

International Women’s Day 2024 will be celebrated by Department of Administrative Reforms and Public Grievances
આ સમાચાર પણ વાંચો : Indian Navy Rescue Operation: લાઇબેરિયાના જહાજ પર ફરીથી થયો ડ્રોન હુમલો, પછી ભારતીય નેવી આવી મદદે, બચાવ્યા 21 લોકોના જીવ; જુઓ વિડીયો..
વેબિનારના મુખ્ય વક્તા ભારત સરકારના ( Indian Government ) રમતગમત વિભાગના સચિવ શ્રીમતી સુજાતા ચતુર્વેદી, ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયના સચિવ શ્રીમતી. અનિતા પ્રવીણ, અને ભારત સરકારના કન્ઝ્યુમર અફેર્સ વિભાગના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી શ્રીમતી. નિધિ ખરે ઉપસ્થિત રહેશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.