Site icon

International Women’s Day : આવતીકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સંમેલનમાં મોડેલ મહિલા-મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત પહેલ શરૂ કરવામાં આવશે

International Women's Day : આશરે 350 સહભાગીઓ, મુખ્યત્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પસંદ કરેલી ગ્રામ પંચાયતોના અધિકારીઓ, શારીરિક અથવા વર્ચ્યુઅલ રીતે સંમેલનમાં ભાગ લેશે. ભાગ લેનારાઓમાં દેશભરના દરેક જિલ્લામાંથી ઓછામાં ઓછા એક ગ્રામ પંચાયતના ચૂંટાયેલા વડાઓ અને અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે.

International Women's Day Model women-friendly Gram Panchayat initiative to be launched on March 5

International Women's Day Model women-friendly Gram Panchayat initiative to be launched on March 5

 News Continuous Bureau | Mumbai

International Women’s Day : 

Join Our WhatsApp Community

કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રો. એસ.પી. સિંહ બઘેલ અને શ્રીમતી અનુપ્રિયા પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સમગ્ર ભારતમાં રાષ્ટ્રવ્યાપી મહિલા ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવશે

પાયાના સ્તરે લિંગ-સંવેદનશીલ શાસનને આગળ વધારવા માટેના એક મહત્વપૂર્ણ પગલામાં, પંચાયતી રાજ મંત્રાલય નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 5 માર્ચ, 2025ના  રોજ રાષ્ટ્રીય અધિવેશનમાં મોડેલ મહિલા-મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયતો (એમડબ્લ્યુએફપી) વિકસાવવા માટે તેની પરિવર્તનશીલ પહેલનો પ્રારંભ કરશે. આ કાર્યક્રમ મંત્રાલયના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 ની ઉજવણીનો એક ભાગ છે અને તે ગ્રામીણ શાસન પર કાયમી અસર કરશે. દેશભરની ગ્રામ પંચાયતોમાં મહિલાઓ અને છોકરીઓ માટે સલામતી, સર્વસમાવેશકતા અને લિંગ સમાનતાને સુનિશ્ચિત કરશે. આ સંમેલનમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રોફેસર એસ. પી. સિંહ બઘેલ, પંચાયતી રાજ અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય તથા રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામેલ થશે. આ કાર્યક્રમમાં પંચાયતી રાજ મંત્રાલયનાં સચિવ શ્રી વિવેક ભારદ્વાજ, પંચાયતી રાજ મંત્રાલયનાં અધિક સચિવ શ્રી સુશીલ કુમાર લોહાની તથા વિવિધ મંત્રાલયો, વિભાગો, રાજ્ય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સંસ્થાન (એસઆઇઆરડીએન્ડપીઆર)નાં પ્રતિનિધિઓ તથા સંયુક્ત રાષ્ટ્ર વસતિ ભંડોળ (યુએનએફપીએ) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનાં પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. આશરે 350 સહભાગીઓ, મુખ્યત્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પસંદ કરેલી ગ્રામ પંચાયતોના અધિકારીઓ, શારીરિક અથવા વર્ચ્યુઅલ રીતે સંમેલનમાં ભાગ લેશે. ભાગ લેનારાઓમાં દેશભરના દરેક જિલ્લામાંથી ઓછામાં ઓછા એક ગ્રામ પંચાયતના ચૂંટાયેલા વડાઓ અને અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Job Fair 2025 : રોજગારવાંચ્છુ યુવાનો માટે નોકરી મેળવવાની તક, આ તારીખે યોજાશે નર્મદ યુનિવર્સિટી ખાતે મેગા જોબ ફેર

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ  દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક આદર્શ મહિલા-મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયતની સ્થાપના કરવાનો છે, જે જાતિ-સંવેદનશીલ અને કન્યા-મૈત્રીપૂર્ણ શાસન પદ્ધતિઓ માટે દીવાદાંડી તરીકે સેવા આપે છે. આ આદર્શ પંચાયતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરક્ષિત, વધુ સમાવેશી અને સામાજિક રીતે ન્યાયી ગ્રામ પંચાયતોનું નિર્માણ કરવાના વિઝનનું ઉદાહરણ પૂરું પાડશે, જે વિકસિત પંચાયતો દ્વારા વિકસિત ભારતને પ્રાપ્ત કરવાના વ્યાપક લક્ષ્યમાં યોગદાન આપશે.

રાષ્ટ્રીય સંમેલનની મુખ્ય વિશેષતાઓઃ

  1.  આદર્શ મહિલા-મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયતો તરીકે વિકસાવવામાં આવનારી ઓળખ કરાયેલી ગ્રામ પંચાયતોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ માટે તાલીમનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન.
  2.  મોડલ વિમેન-ફ્રેન્ડલી ગ્રામ પંચાયતોની પ્રગતિ પર નજર રાખવા માટે મોનિટરિંગ ડેશબોર્ડનું લોન્ચિંગ.
  3.  મહિલા-મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયતોની વિભાવના પર પ્રેઝન્ટેશન, જેમાં શ્રેષ્ઠ પદ્ધતિઓ અને પરિવર્તન માટે ચાવીરૂપ તત્ત્વો દર્શાવવામાં આવ્યાં છે.
  4.  દેશભરની પંચાયતોમાં સફળ મહિલા-મૈત્રીપૂર્ણ પહેલો પર પ્રકાશ પાડતા માહિતીસભર વીડિયોનું સ્ક્રીનિંગ.

રાષ્ટ્રીય અધિવેશન પછી, મંત્રાલય 8 માર્ચ, 2025ના રોજ  રાષ્ટ્રવ્યાપી મહિલા ગ્રામ સભાઓનું પણ આયોજન કરશે, જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે સુસંગત મોડેલ મહિલા-મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયતોની પહેલના તળિયા-સ્તરના પ્રારંભની નિશાની છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Cyclone Montha: બંગાળની ખાડીમાં ચક્રવાત મોંથા થયું પ્રચંડ, જાણો ક્યારે થશે લેન્ડફૉલ, આંધ્રથી ઓડિશા સુધી હાઈ એલર્ટ
Exit mobile version