જાન્યુઆરી મહિનાના અંતમાં નવી દિલ્હી ખાતે આવેલા ઈઝરાયલના દૂતાવાસ બહાર જે વિસ્ફોટ થયો હતો તેમાં ઈરાનનો હાથ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં જાણી જોઈને એવા પુરાવા છોડવામાં આવ્યા જેનાથી આ હુમલા પાછળ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)નો હાથ લાગે.
ભારત સાથેની દુશ્મનાવટના કારણે ઈરાને ખૂબ ચાલાકીપૂર્વક ભારતના લોકલ મોડ્યુઅલની મદદ લીધી હતી.
બોમ્બ વિસ્ફોટની તપાસમાં જોડાયેલા NIA અને ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદને મળેલા પુરાવાના આધારે આ જાણકારી સામે આવી છે.