Iran-Israel War Impact in India: જેનો ડર હતો તે જ થયું… ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર મહારાષ્ટ્ર સુધી પહોંચી, સરકારના આદેશથી પુણેમાં ગેસ પુરવઠો ખોરવાયો.

Iran-Israel War Impact in India: યુદ્ધના કારણે સપ્લાય ચેઈન પ્રભાવિત થતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વિતરણ બંધ, હોટલો અને ઉદ્યોગો મુશ્કેલીમાં; ઘરેલું વપરાશકર્તાઓને પ્રાધાન્ય.

by Akash Rajbhar
Iran-Israel War Impact in India Commercial Gas Supply Halted in Pune to Secure Domestic Stocks; Hotels and Industries Affected.

News Continuous Bureau | Mumbai

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધનો આજે સાતમો દિવસ છે. મિડલ ઈસ્ટમાં વણસેલી આ પરિસ્થિતિની સીધી અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રના પુણેમાં કોમર્શિયલ ગેસ (વ્યાવસાયિક વપરાશ) ના પુરવઠા પર કાલથી બ્રેક લગાવી દેવામાં આવી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સામાન્ય જનતાને ઘરેલું વપરાશ માટેના ગેસ સિલિન્ડરનો પુરવઠો અવિરત મળતો રહે.

પુણેના મોટા ગેસ પ્લાન્ટ્સમાં સપ્લાય બંધ

પુણેમાં આવેલા BPCL ના શિકરાપુર પ્લાન્ટ અને HPCL ના ચાકણ પ્લાન્ટમાં કોમર્શિયલ વપરાશના સિલિન્ડર આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. તેલ કંપનીઓએ તમામ ડીલરોને સ્પષ્ટ સૂચના આપી છે કે જ્યાં સુધી આગામી આદેશ ન મળે ત્યાં સુધી કોમર્શિયલ સિલિન્ડર માટે ગાડીઓ મોકલવી નહીં. યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલ અને ગેસની સપ્લાય ચેઈન ખોરવાઈ હોવાથી આ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : US-Iran War Twist:અમેરિકા જંગમાં નવો વળાંક! ખાડી દેશોએ અમેરિકાને બતાવ્યા તેવર; જાણો શું છે નારાજગી પાછળનું અસલી કારણ..

કયા વ્યવસાયો પર પડશે સીધી અસર?

કોમર્શિયલ ગેસ પુરવઠો બંધ થવાને કારણે નીચે મુજબના ક્ષેત્રોમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે:
ખાદ્ય ઉદ્યોગ: હોટલો, કેફે, રેસ્ટોરન્ટ્સ, ધાબા અને કેટરિંગ સર્વિસ.
બેકરી અને મીઠાઈ: બેકરી આઈટમ્સ અને મીઠાઈની દુકાનો.

સંસ્થાઓ: હોસ્પિટલો અને ઓફિસ કેન્ટીન.
ઉદ્યોગો: ટેક્સટાઈલ, સિરામિક્સ, મેટલ ફાઉન્ડ્રી અને પાવડર કોટિંગ કરતા કારખાના.

ઈરાન પર હુમલા અને ભારતની ચિંતા

ઈરાન વિશ્વના અગ્રણી તેલ ઉત્પાદક દેશોમાંનો એક છે. ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને મિસાઈલ ક્ષમતાને નષ્ટ કરવા માટે તેહરાન પર હુમલા તેજ કર્યા છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં ૧૪૦૦ થી વધુ લોકોના મોત થયા છે. જો આ સંઘર્ષ વધુ લંબાય તો કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે, જેની અસર ભારતમાં મોંઘવારીના સ્વરૂપે જોવા મળી શકે છે. હાલમાં મહારાષ્ટ્ર સરકાર અને તેલ કંપનીઓ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.

 

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More