ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
29 જુન 2020
ઈરાને અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરવા માટેનું વોરંટ જારી કર્યું છે અને ઈન્ટરપોલની પણ મદદ માંગી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ડઝનેક લોકોની અટકાયત કરવામાં મદદ થવા આગ્રહ કર્યો છે. થોડા વખત પહેલા બગદાદમાં ઈરાનના ટોચના જનરલની હત્યા ડ્રોન દ્વારા કરવામાં આવી હતી. તેહરાનના સરકારી વકીલે કહ્યું હતું કે "ટ્રમ્પ અને 30 થી વધુ અન્ય લોકો, જેમણે ઈરાન પર 3 જાન્યુઆરીના હુમલા કરાવ્યાં છે તેની ધરપકડ કરવામાં આવે. જોકે, ફ્રાન્સના લિયોન સ્થિત ઇન્ટરપોલે આ વિનંતીનો તરત કોઈ જવાબ આપ્યો નથી. ઇન્ટરપોલ ઈરાનની વિનંતીને મંજૂરી આપે તેવી સંભાવના બહુ ઓછી છે, તેની ગાઈડલાઈન તેને "રાજકીય પ્રકૃતિની કોઈપણ પ્રવૃત્તિ મા હસ્તક્ષેપ કરવાથી રોકે છે.
ઉલ્લેખનીય છે કે બગદાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નજીક ગયાં જાન્યુઆરીની હડતાલમાં યુ.એસ.એ ડ્રોન દ્વારા, કમાન્ડર સુલેમાની અને અન્ય લોકોની હત્યા કરી હતી. જે ઘટના બાદ મહિનાઓ સુધી બંને દેશો વચ્ચે તણાવ વધારતી ઘટનાઓ વધી છે અને અંતે, ઈરાને ઇરાકમાં અમેરિકન સૈનિકોને નિશાન બનાવતા બેલિસ્ટિક મિસાઇલ હુમલો કરી પોતાના નેતા સુલેમાની નો બદલો લીધાનું કહેવાય છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com