ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
29 જુલાઈ 2020
ઈરાનની વધુ એક અવળચંડાઈ સામે આવી છે. સંયુક્ત આરબ અમીરાત ફ્રાન્સના અલ ધાફ્રા હવાઈ મથક ની પાસે જ તેણે અનેક મિસાઈલોનું પરિક્ષણ કર્યું હતું. ઇરાને કરેલા આ મિસાઈલ પરીક્ષણ બાદ આખા ફ્રાન્સિસ બેઝને હાઇ એલર્ટ કરી દેવાયું હતું. નોંધપાત્ર વાત એ છે કે ઇરાને જે એર બેઝ પાસે મિસાઈલ દાગી હતી ત્યાં જ, આજે ભારત આવી રહેલા પાંચ રાફેલ જેટ ને ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં પાંચ ભારતીય પાઇલોટ પણ સામેલ હતા. ઈરાનના હવાઈ હુમલા બાદ ભારતીય પાયલોટ ને તાત્કાલિક સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા હતા.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે આ ઇરાની મિસાઇલ ટેસ્ટ ની પુષ્ટિ કરી હતી. સાથે જણાવ્યું હતું કે ખાડી દેશના અમેરિકી અને ફ્રાન્સીસ સૈન્ય ઠેકાણાઓની પાસે જ મિસાઈલ પરીક્ષણ કર્યું, જેમાંથી, ત્રણ મિસાઇલો દરિયાની અંદર જઈને પડી હતી. જેને કારણે વધુ નુકસાન થતું બચી ગયું હતું.
ઉલ્લેખનીય છે કે અમેરિકા સાથે ઈરાનનો પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો છે. બીજીબાજુ, ભારત-અમેરિકાના જે સંબંધો વધી રહ્યા છે તેની સામે ઈરાન અને ચીન એક થઈ રહ્યા છે. આથી જ યુ.એ.ઈ માં આવેલા અલ ધાફ્રા હવાઈમથક પર, ભારતના રાફેલ ઉતર્યા હતા તેની એકદમ નજીક ઇરાને હુમલો કર્યો જે ચીનની જ રણનીતિનો એક ભાગ સમજવામાં આવી રહ્યો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com